2019 ચૂંટણીઃ છઠ્ઠા ચરણમાં 7 રાજ્યોની 59 બેઠક પર મતદાન તો બીજી તરફ બંગાળમાં હિંસાનો માહોલ, ભાજપ કાર્યકરની હત્યા

|

May 12, 2019 | 5:29 AM

દેશમાં છઠ્ઠા ચરણનું મતદાન થઈ રહ્યું છે. જેમાં 7 રાજ્યની 59 બેઠક પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. 2014ની ચૂંટણીની વાત કરવામાં આવે તો NDAને 59માંથી 46 બેઠક પર જીત મળી હતી. છઠ્ઠા તબક્કામાં કુલ 10.17 કરોડ મતદાતાઓનું નામ યાદીમાં છે. આ મતદાતાઓ 979 ઉમેદવારોની હાર-જીતનું નિશ્ચિત કરશે. છઠ્ઠા ચરણમાં ચૂંટણી પંચે 1.13 લાખથી વધુ […]

2019 ચૂંટણીઃ છઠ્ઠા ચરણમાં 7 રાજ્યોની 59 બેઠક પર મતદાન તો બીજી તરફ બંગાળમાં હિંસાનો માહોલ, ભાજપ કાર્યકરની હત્યા

Follow us on

દેશમાં છઠ્ઠા ચરણનું મતદાન થઈ રહ્યું છે. જેમાં 7 રાજ્યની 59 બેઠક પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. 2014ની ચૂંટણીની વાત કરવામાં આવે તો NDAને 59માંથી 46 બેઠક પર જીત મળી હતી.

છઠ્ઠા તબક્કામાં કુલ 10.17 કરોડ મતદાતાઓનું નામ યાદીમાં છે. આ મતદાતાઓ 979 ઉમેદવારોની હાર-જીતનું નિશ્ચિત કરશે. છઠ્ઠા ચરણમાં ચૂંટણી પંચે 1.13 લાખથી વધુ કેન્દ્ર ગોઠવ્યા છે. ત્યારે મહત્વનું છે કે રવિવારના દિવસે મતદાન હોવાથી મોટા પ્રમાણમાં લોકો બહાર નીકળીને પોતાના મતનો ઉપયોગ કરી શકે છે. દિલ્હી સહિત કુલ 7 રાજ્યની 59 બેઠક પર લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. જેમાં કેન્દ્રીય મંત્રી રાધામોહનસિંહ, હર્ષવર્ધન અને મેનકા ગાંધી તો બીજી તરફ અખિલેશ યાદવ, કોંગ્રેસના નેતા દિગ્ગવિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની કિસ્મતનો પણ નિર્ણય થવાનો છે. જેમાં મધ્ય પ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને મધ્યપ્રદેશની 8-8 તો દિલ્હીની 7 અને ઝારખંડની 4 બેઠક પર મતદાન યોજાશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોણે કયા મથક પર વોટિંગ કર્યું ?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાષ્ટ્રપતિ ભવનના પોલિંગ બૂથ પર મતદાન કર્યું હતું. તો દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન શિલા દિક્ષીતે નિઝામુદ્દીન પૂર્વ બૂથ પર મતદાન કર્યું છે. હરિયાણાના મુખ્યપ્રધાન ખટ્ટરે પણ કરનાલમાં વોટિંગ કર્યું છે. તો અરવિંદ કેજરીવાલે સવારમાં ઉઠીને દિલ્હીની જનતાને ગુડ મોર્નિંગ કહીને વોટ કરવા જવાની અપિલ કરી હતી.

આ પણ વાંચોઃ રેલવેમાં મુસાફરી કરનારા તમામ યાત્રીકો માટે ખૂશ ખબર…જો તમારી ટ્રેન છૂટી જાય છે, તો તમને આ નિયમ અનુસાર મળી જશે પૂરતું રિફંડ

મતદાન સમયે વિવાદ

ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરમાં ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ પોતાના પ્રતિસ્પર્ધી સોનૂસિંહ સાથે બોલાચાલી થઈ છે. તો મેનકાએ આક્ષેપ લગાવ્યો કે સોનૂ સિંહ મતદાત્તાઓને ધમકાવી રહી છે.
તો આ તરફ બંગાળમાં મતદાન પહેલા જ હિંસક માહોલ સર્જાઈ ગયો હતો. ઝારાગામના ગોપીવલ્લભપુરમાં ભાજપ કાર્યકરોનો મૃતદેહ મળ્યા હતા. તો પૂર્વ મિદ્દનાપુરના ભગવાપુરમાં પણ ભાજપના બે કાર્યકરોને ગોળી મારી દેવાઈ છે. જે સારવાર હેઠળ છે.

છઠ્ઠા ચરણમાં આ 5 બેઠક પર સૌ કોઈની નજર છે

મધ્યપ્રદેશના ભોપાલ બેઠક પર તો સૌ કોઈની નજર ત્યારથી જ છે જ્યારે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે સાધ્વી પ્રજ્ઞાસિંહને ટિકિટ આપી છે. આ બેઠક પર કોંગ્રેસના દિગ્વિજય સિંહ લડી રહ્યા છે. દિગ્વિજયસિંહ 16 વર્ષ પછી ફરી કોઈ ચૂંટણી લડી રહ્યા છે. મહત્વનું છે કે છેલ્લી 8 વખતથી આ બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટણી જીતી રહ્યા છે. ભાજપે આ બેઠક પરથી સાંસદ આલોક સંજરની ટિકિટ કાપી છે.

TV9 Gujarati

 

દિલ્હીમાં 7 બેઠક પર ચૂંટણીનો જંગ જામ્યો છે. છઠ્ઠા તબક્કામાં દિલ્હીની તમામ બેઠક પર એક સાથે મતદાન થઈ રહ્યું છે. ત્યારે દિલ્હીમાં પણ દિગ્ગજોની આમને-સામને જંગ ચાલ્યો છે. ભોજપુરી ગાયક અને અભિનેતા મનોજ તિવારી ઉત્તરપૂર્વી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત ઉભા છે. તો બીજી તરફ પૂર્વી દિલ્હીથી ગૌતમ ગંભીર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જેની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી અને કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના નેતા અને ગ્વાલિયર રાજા કહેવાતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પોતાની પરંપરાગત સીટ ગુનાથી ચૂંટણી લડી રહ્યા છે. 2002થી તેઓ આ બેઠક પરથી સાંસદ છે. આ બેઠક પર તેમના પિતા પણ ચૂંટણી જીતી ચુક્યા છે. સિંધિયાની સામે ભાજપે કે.પી યાદવની ટિકિટ આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:27 am, Sun, 12 May 19

Next Article