ટીકોરી બોર્ડર પર એકત્રીત થવાની તૈયારી, કોરોનાના કહેર વચ્ચે 20,000 ખેડૂતોનું દિલ્હી તરફ પ્રયાણ

|

Apr 21, 2021 | 12:50 PM

દેશમાંઆ સમયે ચાલી રહેલા કોરોનાના આતંક અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધો વચ્ચે 20,000 ખેડુતો પંજાબની ત્રણ સરહદો પાર કરીને દિલ્હી પહોંચશે.

ટીકોરી બોર્ડર પર એકત્રીત થવાની તૈયારી, કોરોનાના કહેર વચ્ચે 20,000 ખેડૂતોનું દિલ્હી તરફ પ્રયાણ
File Image (PTI)

Follow us on

દેશમાંઆ સમયે ચાલી રહેલા કોરોનાના આતંક અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા કડક પ્રતિબંધો વચ્ચે બુધવારે એટલે કે 21 એપ્રિલે પંજાબના હજારો ખેડૂત ટિકારી સરહદ તરફ કૂચ કરશે. આ તમામ ખેડૂત ભારતીય કિસાન સંઘ યુનિયનના છે. સંગઠનના નેતાઓ કહે છે કે આશરે 1650 ગામોના 20,000 ખેડુતો પંજાબની ત્રણ સરહદો પાર કરીને દિલ્હી પહોંચશે.

બીકેયુ ઉગ્રહનના જનરલ સેક્રેટરી સુખદેવસિંહ કોકરીકલને જણાવ્યું હતું કે, ‘આમાના 60 ટકા મહિલાઓ હશે કારણ કે પુરુષો હજી પણ ખેતરોમાં વ્યસ્ત છે, તેથી મહિલાઓએ જવાબદારી લેવી પડશે. આ તમામ બઠીંડા-ડાબવલી, ખાનૌરી-જીંદ અને સરદુલઢ-ફતેહાબાદ બોર્ડરથી બસો, વાન અને ટ્રેક્ટરમાં ટિકરી બોર્ડર પર પહોંચશે.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ખાનૌરી-જિંદ સરહદ પર ચાલનારા જૂથનું નેતૃત્વ સંસ્થાના પ્રમુખ જોગીન્દર સિંહ ઉગ્રહાન અને મહામંત્રી સુખદેવસિંહ કોકરીકલન કરશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તમને જણાવી દઈએ કે ઉગ્રહનને માર્ચમાં કોરોના થયો હતું. એપ્રિલના પહેલા અઠવાડિયામાં તે કોરોનાથી સ્વસ્થ થયા. સ્વસ્થ થયા પછી, તે એકવાર સરહદ પર આવી ચૂક્યા છે. તે જ સમયે સુખદેવસિંઘના હાથમાં ફ્રેક્ચર થયું હતું અને ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમની સર્જરી થઈ હતી. તેઓ પણ હવે સ્વસ્થ થઈ ગયા છે.

જો કે ટિકરીની કૂચ કરનારા ખેડૂતોમાં મોટાભાગે મહિલાઓ મહિલાઓ હશે પરંતુ બીકેયુની મહિલા એકમના વડા હરિન્દર કૌર બિંદુ તેનો ભાગ નહીં લે.

જાહેર છે કે દેશભરમાં કોરોનાનો આતંક ખુબ વધી ગયો છે. દેશના ખૂણે ખૂણામાં કોરોના આતંક મચાવી રહ્યો છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં પણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોવા જઈએ તો આ સ્થિતિમાં ખેડૂતોની દિલ્હી તરફની કુચ ભારે પડી શકે એમ છે.

 

આ પણ વાંચો: Corona: મોટાભાગના કોરોના દર્દીઓ કરી રહ્યા છે આ ભૂલ, જેનાથી જીવ પર ઉભું થાય છે જોખમ

આ પણ વાંચો: મજૂરો માટે આગળ આવી કેજરીવાલ સરકાર, આટલા હજારની આર્થિક સહાય આપવાનો મૂક્યો પ્રસ્તાવ

Published On - 12:49 pm, Wed, 21 April 21

Next Article