શેરડીના ખેતરમાંથી વેરાયેલી મળી 2000 અને 500ની નોટો, ચલણીનોટ લૂટવા સ્થાનિકોએ મચાવી દોડધામ

|

Nov 19, 2020 | 4:29 PM

શેરડીના ખેતરમાંથી 2000 અને 500 ની નોટો મળી રહી છે, તેવુ જાણતા જ સ્વાભાવિક જ છે કે લોકો શેરડીના ખેતર તરફ દોટ મુકી દે. આવી વાત બની છે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં, અહી એક શેરડીના ખેતરમાંથી ચલણી નોટો વિખરાયેલી હાલતમાં મળવા લાગતા અફરાતફરી મચી ગઇ હતી. કુશીનગરના હાટા ક્ષેત્રના મહંમદા સિકટીયા ગામ નજીક આવેલા એક શેરડીના […]

શેરડીના ખેતરમાંથી વેરાયેલી મળી 2000 અને 500ની નોટો, ચલણીનોટ લૂટવા સ્થાનિકોએ મચાવી દોડધામ

Follow us on

શેરડીના ખેતરમાંથી 2000 અને 500 ની નોટો મળી રહી છે, તેવુ જાણતા જ સ્વાભાવિક જ છે કે લોકો શેરડીના ખેતર તરફ દોટ મુકી દે. આવી વાત બની છે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં, અહી એક શેરડીના ખેતરમાંથી ચલણી નોટો વિખરાયેલી હાલતમાં મળવા લાગતા અફરાતફરી મચી ગઇ હતી. કુશીનગરના હાટા ક્ષેત્રના મહંમદા સિકટીયા ગામ નજીક આવેલા એક શેરડીના ખેતરની વાત છે.

 2000 અને 500 ની નોટ મળવાની વાતને લઇને કુશીનગરમાં સ્થાનિક ચર્ચાઓ ગરમ છે. શેરડીના પાકને લણવા માટે પહોંચેલા શ્રમીકોને શરુઆતમાં પહેલીવાર વિખરાયેલી હાલતમાં નોટો મળવા લાગી હતી, બાદમાં આ વાત નજીકમાં ગામમાં પણ પ્રસરવા લાગી ગઇ હતી. બસ ગામના લોકોે તો આ વાત સાંભળતા જ ખેતર તરફ દોટ મુકીને લોકો પહોંચવા લાગ્યા હતા અને નોટને લુંટવા માંડ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ચલણી નોટો મળી રહી હોવાને લઇને કોઇકે પોલીસને પણ જાણકારી આપી હતી. જેને લઇને સ્થાનિક પોલીસ મથકની ટીમ પણ શેરડીના ખેતર પહોંચીને વાતની ખરાઇ કરવા માંડી હતી. પોલીસે ખેતરમાં વિખરાયેલી પડેલી નોટોને કબજે કરવા માંડી હતી. આ ઉપરાંત સ્થાનિક જે લોકો ખેતરમાં ચલણી નોટો એકઠી કરી રહેલા પોલીસને નજરે પડ્યા હતા તેમની પાસે થી પણ નોટો ને મેળવી લીધી હતી. પોલીસે લગભગ એક લાખ પંદર હજાર રુપિયાની ચલણી નોટ એકઠી કરીને કબજે કરી હતી. પોલીસે ઘટનાને લઇને હવે તપાસ પણ હાથ ધરી છે કે અહી આ નોટો કેવી રીતે વિખેરાઇ હતી.

હાટા ક્ષેત્રના મહંમદા સિકટીયા ગામના સિતારામના ખેતરમાં શેરડીના પાકને લણવા માટે મજુરોની ટોળકી આવી હતી. જેમાં તેમને સૌ પ્રથમ તો એક ફાટેલા કપડામાં કંઇક બાંધેલુ જોવા મળ્યુ હતુ. શ્રમીકોએ તેને ઉત્સુકતાવશ ખોલતા તેમાંથી ચલણી નોટો હાથ લાગી હતી. ત્યાર પછી તો અહી જાણે કે રિતસરની લુંટ મચવા લાગી હતી. વાત પ્રસરતા અન્ય લોકોએ પણ આવીને ખેતરમાં નોટોને મેળવવાની લુંટવાનો પ્રયાસ કર્યો હતો. હાટા પોલિસ મથકના ઇન્સપેક્ટર પ્રકાશ પાઠકે ગ્રામીણ લોકો પાસે થી નોટને કબજે કરી હતી, સાથે જ તેમણે કહ્યુ હતુ કે નોટની એ પણ તપાસ કરવામાં આવશે કે તે હકિકતમાં નકલી છે કે અસલી ચલણી નોટો છે.

સ્થાનિક લોકોની વાત મુજબ કેટલાક દિવસ પહેલા ગામ નજીકના ચોરાયા પર કરીયાણાની દુકાનમાંથી પાંચ લાખ રુપિયાની ચોરી થઇ હતી. ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ શેરડીના ખેતરમાં રુપીયા છુપાવી દીધા હોઇ શકે છે. આ રકમ કદાચ તે જ રકમ તે હોઇ શકે છે. જોકે પોલીસે હવે તે ચોરીની રકમના આંક અને નોટો મળવાની ઘટનાની રકમના આંકને મિલાવવા પણ પ્રયાસ કરી રહી છે. જેથી તે દિશામાં પણ જાણકારી મેળવી શકાય. જોકે હાટા પોલીસ મથકના ઇન્સપેકટર જયપ્રકાશ પાઠકનુ કહેવુ છે કે નોટોની ઓળખ કરવાની દિશા ઉપરાંત અનેક પ્રકારની શંકાઓને પણ ધ્યાને રાખીને તપાસ હાથ ધરી છે. ખેતરમાં આવડી મોટી રકમ કેવી રીતે આવી પહોચી તે સવાલનો સવાલ નો જવાબ મેળવવા માટે પ્રયાસ કરાઇ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article