બોર્ડર પર જ નહીં પરંતુ સાયબર અટેકમાં પણ ભારતના કટ્ટર દુશ્મન છે ચીન અને પાકિસ્તાન, વાંચો આંકડાની હકીકત

|

Dec 02, 2022 | 5:10 PM

સાયબર સુરક્ષા થિન્ક-ટેક સાઈબરપીસ ફાઉન્ડેશન અને સુરક્ષા સલાહકાર ઓટોબોટ ઈન્ફોસેક પ્રાઈવેટ લિમિટેડના એક રિપોર્ટ મુજબ ભારતની હેલ્થકેર સેક્ટર પર આ વર્ષે 28 નવેમ્બર સુધી 19 લાખ જેટલા સાયબર હુમલા થયા હતા.

બોર્ડર પર જ નહીં પરંતુ સાયબર અટેકમાં પણ ભારતના કટ્ટર દુશ્મન છે ચીન અને પાકિસ્તાન, વાંચો આંકડાની હકીકત
Image Credit source: TV9 GFX

Follow us on

ટેક્નોલોજીનો જેમ જેમ વિસ્તાર થયો છે તેમ તેમ લોકોની સાથે અલગ અલગ ક્ષેત્રના લોકો પણ પોતાને ઓનલાઈન અપગ્રેડ કરી રહ્યા છે. ત્યારે દેશમાં સાયબર અટેકના હુમલાઓ પણ વધી ગયા છે. તાજેત્તરમાં જ દિલ્હીની એઈમ્સ પર સાયબર હુમલો થયો હતો. આ હુમલો બતાવી રહ્યો છે કે ભારતની હેલ્થકેર સિસ્ટમ હેકિંગથી જોડાયેલા કેટલા મોટા ખતરાનો સામનો કરી રહ્યું છે.

સાયબર સુરક્ષા થિન્ક-ટેક સાઈબરપીસ ફાઉન્ડેશન અને સુરક્ષા સલાહકાર ઓટોબોટ ઈન્ફોસેક પ્રાઈવેટ લિમિટેડના એક રિપોર્ટ મુજબ ભારતની હેલ્થકેર સેક્ટર પર આ વર્ષે 28 નવેમ્બર સુધી 19 લાખ જેટલા સાયબર હુમલા થયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલા 41,181 યુનિક આઈપી એડ્રેસથી વિયેતનામ, પાકિસ્તાન અને ચીનના આઈપી એડ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.

AIIMS પર થયો હતો હુમલો

દિલ્હી એઈમ્સ પર એક મોટો સાયબર હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી સંસ્થાએ પોતાના ઘણા સર્વર બંધ કરવા અને મેન્યુઅલી રીતે સંચાલન કરવા પડ્યા. એઈમ્સે તે રિપોર્ટને નકારી કાઢયા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હેકર્સે રૂપિયા 200 કરોડની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે એઈમ્સે એપ્રિલ 2023 સુધી તમામ સેવાઓને ડિજિટાઈઝ કરવાની યોજનાની જાહેરાત કરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

નબળા ઈન્ટરનેટ-ફેસિંગ સિસ્ટમને લીધી નિશાના પર

સાયબર હુમલાખોરોએ નબળા ઈન્ટરનેટ ફેસિંગ સિસ્ટમને નિશાનો બનાવ્યો. જેમાં રિમોટ ડેસ્કટોપ પ્રોટોકોલ, નબળા સર્વર મેસેજ બ્લોક અને ડેટાબેસ સેવાઓ અને જુના વિન્ડોઝ સર્વર પ્લેટફોર્મ સામેલ છે. હુમલાખોરોએ ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ, ડિજિટલ ઈમેજિંગ અને કોમ્યુનિકેશન ઈન મેડિસિનનો ફાયદો ઉઠાવવા માટે બ્રુટ ફોર્સ અને ડિક્શનરી અટેકનો પણ ઉપયોગ કર્યો અને મેડિકલ ઈમેજ અને ડાયગ્નોસ્ટિક ડેટાબેઝ જેવા સંવેદનશીલ ડેટાની ચોરી કરી છે.

દર્દીઓની હાલત બની કફોડી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સર્વર બંધ થવાને કારણે નવા દર્દીઓ માટે ઓપીડી પ્રિસ્ક્રિપ્શન તૈયાર થઈ શકાયુ નથી. દર્દીઓના કાર્ડ અને પ્રિસ્ક્રિપ્શન મેન્યુઅલી બનાવવામાં આવ્યા હતા. જેના કારણે કાઉન્ટર પર લાંબી કતારો લાગી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી.

જણાવી દઈએ કે ડિજિટલ ઈન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), નવી દિલ્હી એપ્રિલ 2023થી તમામ કાઉન્ટર્સ પર તમામ ડિજિટલી બિલની ચૂકવણી શરૂ કરશે તેવી જાહેરાત કરી હતી. AIIMS તરફથી નિવેદન જાહેર કરીને આ અંગેની માહિતી આપવામાં આવી હતી. નવી દિલ્હી સ્થિત AIIMSએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે દર્દીઓ માટે તમામ કાઉન્ટર પર સ્માર્ટ કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, 1 એપ્રિલ, 2023થી તમામ ચુકવણીઓ UPI અને કાર્ડ ચુકવણીઓ સાથે સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે.

Next Article