Maharashtra માં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14123 કેસ, 477 લોકોનાં મૃત્યુ

|

Jun 01, 2021 | 10:30 PM

મહારાષ્ટ્ર( Maharashtra) માં કોરોના વાયરસના નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. મંગળવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના( Corona) વાયરસના 14123 નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં કોરોના( Corona)ચેપગ્રસ્ત લોકોની સંખ્યા નવા કેસ સાથે કુલ 57,61,015 પર પહોંચી ગઈ છે.

Maharashtra માં  છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14123 કેસ, 477 લોકોનાં મૃત્યુ
Maharashtra માં કોરોનાના કેસમાં ઘટાડો

Follow us on

મહારાષ્ટ્ર( Maharashtra) માં કોરોના વાયરસના નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. મંગળવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના( Corona) વાયરસના 14123 નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં કોરોના( Corona)ચેપગ્રસ્ત લોકોની સંખ્યા નવા કેસ સાથે કુલ 57,61,015 પર પહોંચી ગઈ છે.

મહારાષ્ટ્ર( Maharashtra) માં  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસને કારણે 477 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સતત ત્રીજા દિવસે મહારાષ્ટ્રમાં દૈનિક કેસની સંખ્યા 20000 ની નીચે રહી છે. રાજ્યમાં મૃત્યુઆંક 96198 પર પહોંચી ગયો છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના( Corona)ના 15,077 કેસ નોંધાયા હતા.

મહારાષ્ટ્ર( Maharashtra)  સરકારે રવિવારે રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધોને 15 જૂન સુધી લંબાવી દીધા હતા અને એ પણ જાહેરાત કરી હતી કે કોવિડ -19 ના ચેપ દર અને ઓક્સિજન બેડની ઉપલબ્ધતાના આધારે નિયંત્રણો હળવા કરવામાં આવશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

સરકારે એક આદેશમાં જણાવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં જ્યાં કોરોના ચેપ દર 10 ટકાથી નીચે છે અને ઓક્સિજન બેડ 40 ટકાથી ઓછા ભરાયેલા છે. તે સ્થળો પર સવારના 7 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાન અને અન્ય સેવાઓનો સમય કરવામાં આવશે. જે હાલ સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે રાજ્ય સલામત રહે. કડક લોકડાઉન નહીં, પરંતુ આ સમયે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. સીએમએ કહ્યું કે મહારાષ્ટ્રમાં હજી ઘણા એવા જિલ્લાઓ છે, જ્યાં નિયમો હળવા કરાયા હતા અને ત્યાં કેસ વધવા લાગ્યા હતા. આવી સ્થિતિ શહેર કરતા વધુ ગામડાઓમાં જોવા મળી હતી.

આ વખતે વાયરસ  અલગ છે 

મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે આપણે આંકડાઓ વિશે વાત કરીશું ત્યારે કેસ ચોક્કસ પણે ઘટયા છે. કોરોના કેસમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. પરંતુ તે રાહત છે કે સક્રિય કેસ પહેલા કરતા ઓછા છે. જ્યારે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પ્રથમ લહેરનો વાયરસ અને આ વખતનો વાયરસ જુદો છે. ત્રીજી લહેરમાં તે કેવી રીતે અસર કરશે તેનો કોઇ અંદાજ નથી.

ઉલ્લેખનીય છે જે મહારાષ્ટ્રમાં એક માસ પૂર્વે દરરોજ કોરોના વાયરસના 60,000 જેટલા દૈનિક કેસ નોંધાતા હતા. પરંતુ રાજ્યના લાદવામાં આવેલા આંશિક લોકડાઉનના પગલે અત્યારે કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

Published On - 10:17 pm, Tue, 1 June 21

Next Article