જાણો વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની સંપત્તિ વેચીને અત્યાર સુધીમાં કેટલા હજાર કરોડની કરાઈ વસૂલાત

|

Jul 16, 2021 | 8:17 PM

વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની સંપત્તિના વેચાણમાંથી કરોડોની વસુલાત કરવામાં આવી છે. કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યાની વિવિધ બેંકોના 9,000 કરોડ બાકી છે.

જાણો વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની સંપત્તિ વેચીને અત્યાર સુધીમાં કેટલા હજાર કરોડની કરાઈ વસૂલાત
ફાઈલ ફોટો

Follow us on

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે ​​માહિતી આપી છે કે દેશના સૌથી મોટા ઋણદાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની આગેવાની હેઠળના એક સંઘે વિજય માલ્યા, (vijay mallya) નીરવ મોદી (Nirav Modi) અને મેહુલ ચોક્સીના (Mehul Choksi) શેરના વેચાણમાં દ્વારા 792.11 કરોડની વસુલાત કરી હતી. કેન્દ્રીય એજન્સીએ આ મિલકતોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત કરી છે. ED દ્વારા આ રકમ બેંકોના કન્સોર્ટિયમને આપવામાં આવી હતી.

એક અહેવાલ પ્રમાણે, આ સાથે, માલ્યા, મોદી અને ચોક્સીની સંપત્તિના વેચાણમાંથી કુલ 13,109.17 કરોડની વસુલાત કરવામાં આવી છે. બંધ થઈ ચૂકેલ કિંગફિશર એરલાઇન્સના માલિક માલ્યાની વિવિધ બેંકોના 9,000 કરોડ બાકી છે. આ ઉપરાંત પંજાબ નેશનલ બેંક (PNB) લોન કેસમાં મુખ્ય આરોપી અને હીરાના વેપારીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર 13,000 કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે.

આ ઉપરાંત, PNB નીરવ મોદી (Nirav Modi) કેસમાં આર્થિક અપરાધિક અદાલત દ્વારા બેંકોને 1,060 કરોડની સંપત્તિની મંજૂરી આપવામાં આવી છે અને ઇડી દ્વારા આર્થિક અપરાધિકાર ધારાની જોગવાઈ હેઠળ 329.67 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. 1 જુલાઈ, 2021 ના ​​રોજ નીરવ મોદીની બહેન પૂર્વી મોદીએ તેના વિદેશી બેંક ખાતામાંથી ઇડીને ગુનાની રકમમાંથી 17.25 કરોડ ટ્રાન્સફર કર્યા હતા.

માલ્યા, નીરવ મોદી અને ચોક્સીએ જાહેર ક્ષેત્રની વિવિધ બેંકો અને તેમની કંપનીઓ દ્વારા ભંડોળ ફેરવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો, પરિણામે બેંકોને કુલ 22,585.83 કરોડનું નુકસાન થયું હતું.

 

આ પણ વાંચો: Jammu Kashmir: શ્રીનગર એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, મોટા ગુનાઓમાં સંડોવાયેલા 2 આતંકવાદીઓનો ખાત્મો

આ પણ વાંચો: Sidhu vs Amarinder: સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા સિદ્ધુ, પંજાબ કોંગ્રેસમાં નવા-જુનીના એંધાણ

 

Published On - 8:04 pm, Fri, 16 July 21

Next Article