Breaking News : રાજસ્થાનના ધોલપુરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, બસ સાથે ટેમ્પો અથડાતા 11ના મોત

|

Oct 20, 2024 | 8:42 AM

રાજસ્થાનના ધોલપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં સ્લીપર કોચ બસે એક ટેમ્પોને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા 11 લોકોના મોત થયા હતા.

Breaking News : રાજસ્થાનના ધોલપુરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, બસ સાથે ટેમ્પો અથડાતા 11ના મોત
Rajasthan News

Follow us on

રાજસ્થાનના ધોલપુરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસે ટેમ્પાને ટક્કર મારતા ભયાનક અકસ્માત થયો હતો. જેમાં 11 લોકોના મોત થયા હતા. ઘટના સ્થળે મૃત્યુ થયેલા લોકોમાં 5 બાળકો, 3 છોકરીઓ, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થયો છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ મૃતદેહોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ટેમ્પો સવાર બારી શહેરના ગુમત વિસ્તારનો રહેવાસી હતો. આ લોકો એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બરૌલી ગામમાં આવ્યા હતા. તે અહીંથી પરત ફરી રહ્યાં હતા તે સમયે આ ઘટના બની હતી.

અકસ્માત સર્જાતા મૃતકો ટેમ્પામાં ફસાયા !

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને ટેમ્પોમાંથી બહાર કાઢ્યા હતા.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

આ અકસ્માતમાં ટેમ્પોને સંપૂર્ણ નુકસાન થયું છે. રસ્તા પર વાહનોના પાર્ટસ વેરવિખેર જોવા મળ્યા હતા. કારના કાચ તોડી રોડ પર વેરવિખેર થઈ ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોની પાછળ બેઠેલા લોકો વાહનમાં ફસાઈ ગયા અને મૃત્યુ પામ્યા. ટક્કર બાદ ટેમ્પોમાં બેઠેલા કેટલાક લોકો રોડ પર પડી ગયા હતા.

અકસ્માત સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર ટેમ્પો ચાલક રોડની એક બાજુએ જ જઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી એક બસ પૂરપાટ ઝડપે આવી હતી અને તેને ટક્કર મારી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકના પરિવારને માહિતી મોકલી દેવામાં આવી છે. તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 8:15 am, Sun, 20 October 24

Next Article