Chardham Yatra : ચારધામ યાત્રામાં કુદરતનુ વિધ્ન, ગૌરીકુંડ, સોનપ્રયાગ અને ફાટામાં 20 હજાર યાત્રિકો અટવાયા

|

May 25, 2022 | 7:11 AM

વરસાદના કારણે ચારધામ યાત્રા (Chardham Yatra) પર જઈ રહેલા ભક્તોને અટકાવી દેવામાં આવ્યા છે. ગૌરીકુંડ, સોનપ્રયાગ અને ફાટા ખાતે 10,000 થી 20,000 શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા છે. કેદારનાથમાં પણ ભક્તોને રોકી રાખવામાં આવ્યા છે.

Chardham Yatra : ચારધામ યાત્રામાં કુદરતનુ વિધ્ન, ગૌરીકુંડ, સોનપ્રયાગ અને ફાટામાં 20 હજાર યાત્રિકો અટવાયા
Chardham Yatra
Image Credit source: Social media

Follow us on

ઉત્તરાખંડમાં (Uttarakhand) પ્રતિકૂળ હવામાનને કારણે, IMDએ વરસાદની ચેતવણી (Uttarakhand Rain Alert) જાહેર કરી છે. ઉત્તરાખંડ રાજ્યના ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં સોમવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઊંચા પર્વતીય વિસ્તારોમાં પણ હળવી હિમવર્ષા પણ થઈ છે. ભારે પવનના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. સાથે જ વરસાદના કારણે ચારધામ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ (pilgrims) અટવાયા છે. ગૌરીકુંડ (Gaurikund), સોનપ્રયાગ (Sonprayag) અને ફાટા ખાતે 10,000 થી 20,000 શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા છે. કેદારનાથમાં પણ ભક્તોને રોકી દેવામાં આવ્યા છે અને ત્યાં તમામ પ્રકારની આપત્તિ રાહતની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં બગડતા હવામાનને જોતા સરકારે યાત્રિકોને તેઓ જ્યાં હોય ત્યાં જ રોકાઈ રહેવા જણાવ્યું છે.

ચારધામ યાત્રાએ જઈ રહેલા યાત્રિકોને અટકાવવામાં આવ્યા હતા

જ્યાં છે ત્યાં જ રહેવા યાત્રિકોને કહેવામાં આવ્યું

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવરે હવામાન વિશે જણાવ્યું કે અમે રૂદ્રપ્રયાગમાં સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી લીધી છે. એનડીઆરએફ, એસડીઆરએફ દ્વારા તહેનાત કેદારનાથમાં હાલમાં 10,000 થી 12,000 શ્રદ્ધાળુઓ રોકાયા છે. વરસાદના કારણે ગૌરીકુંડ, સોનપ્રયાગ અને ફાટા ખાતે 10,000 થી 20,000 શ્રદ્ધાળુઓ રોકાયા છે. તેઓ જ્યાં પણ છે, તેમને ત્યાં જ રોકાઈ રહેવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે હવામાનની આગાહી પહેલેથી જ જાહેર કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકો ચારધામ પહોંચ્યા છે

મંગળવારે વરસાદની સાથે કેટલીક જગ્યાએ આછો તડકો પણ જોવા મળ્યો હતો, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવાર અને ગુરુવારે રાજ્યના ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બાકીના સ્થળોએ હવામાન સામાન્ય રહેશે. આ સાથે તમને જણાવી દઈએ કે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના જણાવ્યા અનુસાર 3 મે થી 23 મે સુધીના સમયગાળામાં બદ્રીનાથ-કેદારનાથ પહોંચનાર યાત્રીઓની કુલ સંખ્યા 6,12,284 છે અને 23 મેની રાત સુધીમાં ચારધામ પહોંચનાર કુલ યાત્રીઓની સંખ્યા 9,27,831 છે.

 

 

Next Article