અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદેથી ગુમ થયેલા 19 મજુરોમાંથી એકનો મૃતદેહ મળ્યો, અન્યની શોધ ચાલુ

|

Jul 19, 2022 | 5:42 PM

અત્યાર સુધીમાં એક મજુરનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. જ્યારે 18 મજુરો હજુ પણ લાપતા છે. જાણકારી અનુસાર મજુરો દમિનમાં રસ્તાનું બાંધકામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના સામે આવી છે.

અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદેથી ગુમ થયેલા 19 મજુરોમાંથી એકનો મૃતદેહ મળ્યો, અન્યની શોધ ચાલુ
અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદેથી ગુમ થયેલા 19 મજુરોમાંથી એકનો મૃતદેહ મળ્યો
Image Credit source: File Photo

Follow us on

India-China Border: અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)માં ભારત-ચીન સરહદ (India-China Border) નજીક સ્થિત કુરુંગ કુમે જિલ્લા (Kurung Kumey District)માં 19 કામદારોના ગુમ થવાની ઘટનાને બે અઠવાડિયા વીતી ગયા છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અત્યાર સુધી એક મજુરનો મૃતદેહ કુમે જિલ્લાની નદીમાંથી મળી આવ્યો છે, જ્યારે 18 મજુરો હજુ પણ લાપતા છે, જાણકારી મુજબ આ મજુરો દામિનમાં રસ્તાના બાંધકામમાં લાગ્યા હતા. તે દરમિયાન મજુરો લાપતા થવાની ઘટના સામે આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મજુરોએ પોતાના કોન્ટ્રાક્ટર પાસે ઈદના તહેવારની રજા માંગી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે તેમને રજા આપી નહીં, ત્યારબાદ તમામ મજુરો પગપાળા ત્યાંથી નાસવાની કોશિષ કરી અને તમામ કરુંગ કુમે જિલ્લાના જંગલમાં ગુમ થયા હતા.

મજુરો 5 જુલાઈના પ્રોજેક્ટ સાઈટ પરથી ગુમ

તમામ મજુરો 5 જુલાઈના પ્રોજેક્ટ સાઈટ પરથી ગુમ હતા, કુરંગ કુમે જિલ્લાના ડિપ્યુટી કમિશ્નર બેંગિયા નિધીના જણાવ્યા અનુસાર સોમવારના રોજ દામિન સર્કિલમાં આવેલી ફુરાક નદીમાંથી એક મજુરનો મૃતદેહ મળી આવ્યો છે. તેમણે જણાવ્યું કે, સમગ્ર ઘટનાની તપાસ માટે પ્રોજેક્ટ સાઈટ પર એક પોલીસ ટીમ અને સીઓને મોકલવામાં આવ્યા છે. જે ગુમ મજુરોની શોધખોળ કરી રહ્યા છે, દામિન સર્કિલ ભારત ચીન સરહદ નજીક આવેલી છે, ગુમ મજુરોની શોધખોળ માટે એક રેસ્ક્યુ ટીમ પણ મોકલવામાં આવી છે. તે મજુરોની નદીમાં શોધખોળ કરશે.

આ પણ વાંચો

કોન્ટ્રાક્ટર પાસેથી મજુરો ગુમ થયાની જાણકારી મળી

રોડ બનાવવાનું કામ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જેનું કામ પુરુ કરવા માટે આ મજુરોને પ્રોજેક્ટ સાઈટ પર લાવવામાં આવ્યા હતા, જે અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદની પાસે છે, કમિશ્નરે જણાવ્યું કે ગુમ મજુરોમાં વધુ મુસ્લિમ સમુદાયના હતા, જે ઈદના તહેવારને લઈ 5 જુલાઈના રોજ પ્રોજેક્ટ સાઈટ પરથી નિકળ્યા હતા. તેમણે જણાવ્યું કે બાંધકામના કોન્ટ્રાક્ટર પાસેથી મજુરો ગુમ થયાની જાણકારી મળી હતી. તેમણે કહ્યું કે આ ઘટનાને લઈ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

Next Article