ક્યાંક મદદના બહાને તમારૂ ATM કાર્ડ બદલવામાં આવ્યું નથી ને? વૃદ્ધોને નિશાન બનાવનાર ઠગ પકડાયો

આરોપીની ઓળખ સોલાપુર જિલ્લાના રહેવાસી મૌલા ગુલાબ શેખ તરીકે થઈ છે. આરોપીની ગયા અઠવાડીયે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે વાનાવાડી પોલીસ સ્ટેશનને સુચના મળી હતી કે કાર્ડ સ્વેપ કેસમાં સંડોવાયેલો એક વ્યક્તિ ફાતિમાનગર વિસ્તારમાં આવ્યો છે.

ક્યાંક મદદના બહાને તમારૂ ATM કાર્ડ બદલવામાં આવ્યું નથી ને? વૃદ્ધોને નિશાન બનાવનાર ઠગ પકડાયો
ફાઈલ ફોટો

પૂણે પોલીસે (Pune Police) ઘણા વૃદ્ધો અને ભોળા લોકોને એટીએમ પર મદદ કરવાની આડમાં તેના એટીએમ કાર્ડની અદલા – બદલી કરીને તેમના ખાતામાંથી રોકડ ઉપાડવાના આરોપમાં એક 30 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આરોપી યુવક પાસેથી આઠ ડેબિટ કાર્ડ મળી આવ્યા છે.

 

આરોપીની ઓળખ સોલાપુર જિલ્લાના રહેવાસી મૌલા ગુલાબ શેખ તરીકે થઈ છે. આરોપીની ગયા અઠવાડીયે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે વાનાવાડી પોલીસ સ્ટેશનને સુચના મળી હતી કે કાર્ડ સ્વેપ કેસમાં સંડોવાયેલો એક વ્યક્તિ ફાતિમાનગર વિસ્તારમાં આવ્યો છે. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ સોમવારે અખબારી નિવેદનમાં ધરપકડની વિગતો જાહેર કરવામાં આવી હતી.

 

વૃદ્ધોને બનાવાતા હતા નિશાન 

તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વૃદ્ધ લોકોને એટીએમ કિઓસ્ક પર નિશાન બનાવતા હતા અને તેમને રોકડ ઉપાડવામાં મદદ કરવાના બહાને તેમની સાથે છેતરપિંડી કરતા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીઓ મશીનમાં દાખલ કરતી વખતે તેમના કાર્ડની અદલા બદલી કરતા હતા અને બાદમાં  પીડિતોના કાર્ડ અને તેમના દ્વારા વહેંચાયેલા પીન નંબરનો ઉપયોગ રોકડ ઉપાડવા માટે કરતા હતા.

 

વૃદ્ધોના ખાતામાંથી પાંચ લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા

વાનાવાડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ વર્ષે જાન્યુઆરીથી એક કેસની તપાસ કરી રહ્યા હતા, જેમાં 61 વર્ષના એક વ્યક્તિએ એટીએમ કિઓસ્કમાંથી રોકડ ઉપાડવા માટે અજાણી વ્યક્તિની મદદ લીધી હતી. જેના થોડા દિવસો બાદ તેમના ખાતામાંથી 5.08 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આરોપીની અન્ય કેસોમાં સંડોવણીની તપાસ ચાલુ છે.

 

આ રીતે નિશાન બનાવતા હતા

આરોપીઓ એવા લોકોને નિશાન બનાવતા હતા, જેઓ વૃદ્ધ છે અને તેમની પાસે વધુ ટેકનિકલ સમજ નથી. જે લોકોને પૈસા ઉપાડવામાં સમસ્યાઓ થતી હતી. આરોપી તેમની પાસે પહોંચતો હતો અને તેમને મદદ કરવાની વાત કરતો હતો. આ સમય દરમિયાન તે ઘણી વખત મશીનમાં કાર્ડ લગાવતો અને કાઢી નાખતો હતો અને આ દરમિયાન તે કાર્ડ બદલી નાખતો હતો.

 

આ સમય દરમિયાન તે પીડિતોને એટીએમ પીન પણ પૂછી લેતો હતો. બાદમાં પૈસા નથી ઉપડી રહ્યા તેમ કહીને તે પીડિતોને નકલી એટીએમ પકડાવી દેતો હતો અને અસલી એટીએમનો ઉપયોગ પોતાના માટે કરતો હતો.

 

 

આ પણ વાંચો :  Aryan Khan Drugs Case: આર્યન ખાન ડ્રગ્સ કેસના તપાસ અધિકારી સમીર વાનખેડે અને મોહિત કંબોજ વચ્ચે મુલાકાત થઈ? નવાબ મલિક મોટો ખુલાસો કરશે

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati