Maharashtra : ગણેશોત્સવમાં કડક પ્રતિબંધ રહેશે ? કેન્દ્રએ પત્ર મોકલીને મહારાષ્ટ્રને આપી સૂચના

|

Aug 28, 2021 | 11:48 AM

તહેવારો દરમિયાન થતી ભીડ, કોરોના સંક્રમણ માટે સુપર સ્પ્રેડર (Super Spreader) ન બને તે માટે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કુંટેને પત્ર લખીને કડક પ્રતિબંધની સલાહ આપી છે.

Maharashtra :  ગણેશોત્સવમાં કડક પ્રતિબંધ રહેશે ? કેન્દ્રએ પત્ર મોકલીને મહારાષ્ટ્રને આપી સૂચના
Ganeshotsav (File Photo)

Follow us on

Maharashtra :  દહી હાંડી, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય સચિવે (Secretary of Health) મહારાષ્ટ્રના મુખ્ય સચિવને પત્ર લખીને મહારાષ્ટ્રમાં કોરોના સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. પત્રમાં સ્પષ્ટપણે રાજ્ય સરકારને આગામી તહેવારોમાં લોકોને ભેગા થવા પર પ્રતિબંધો લાદવા માટે સુચના આપવામાં આવી છે. પત્રમાં ખાસ કરીને દહી હાંડી અને ગણેશોત્સવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તહેવારો દરમિયાન ભીડ કોરોના ચેપ માટે સુપર સ્પ્રેડર તરીકે કામ ન કરે તે માટે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે (Rajesh Bhushan) રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટેને પત્ર લખીને કડક પ્રતિબંધો લાદવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, કેરળમાં બકરી ઈદ અને ઓણમ પછી કોરોના સંક્રમણમાં ઝડપથી વધારો થયો હતો. તેથી સાવચેતીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારને પ્રતિબંધો કડક કરવા સૂચન કરવામાં આવ્યું છે.

દહી હાંડી બાદ ગણેશોત્સવ પર પ્રતિબંધની શક્યતા

Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024

રાજ્યમાં દહીં હાંડી પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને હવે ગણેશોત્સવ પર પ્રતિબંધની શક્યતા જોવા મળી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ગણેશોત્સવ (Ganeshotsav)બાદ કોરોના સંક્રમણમાં અચાનક વધારો ન થાય તે માટે તહેવારોમાં સંયમ રાખવો જરૂરી છે. જેથી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સ્થાનિક સ્તરે પ્રતિબંધો કડક કરવાની સલાહ પણ આપી છે.

કોરોના નિયંત્રણ માટે મહારાષ્ટ્ર સરકારે લીધેલા પગલાંની પ્રશંસા

મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે લેવામાં આવેલી યોજનાઓ અને પગલાંની કેન્દ્ર સરકાર દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે,રાજ્યમાં નવા કોરોના (Corona) સંક્રમિતોની સંખ્યા છેલ્લા એક મહિનાથી ઘટી રહી છે. જો કે કેટલાક જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ યથાવત છે, આ જિલ્લાઓમાં મુખ્યત્વે કોરોના સંક્રમિતોની સંખ્યા અને પોઝિવિટી રેટમાં (Positivity Rate)વધારો નોંધાયો છે. તેથી તહેવારો બાદ ફરી એક વખત ચેપ વધવાની સંભાવના છે. તેથી કેન્દ્ર સરકારના આ પત્રથી ગણેશોત્સવમાં પ્રતિંબધો લાગવાની શક્યતા જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો: ઢાકા જઈ રહેલા વિમાનમા પાઈલોટને આવ્યો હાર્ટ એટેક, નાગપુરમાં વિમાને કર્યુ ઈમરજન્સી લેન્ડિંગ

આ પણ વાંચો: Mumbai: અમિતાભ બચ્ચનના પર્સનલ બોડીગાર્ડના સેલેરી વિવાદ બાદ થઈ ટ્રાન્સફર, મુંબઈ પોલીસે આપ્યું આ કારણ

Next Article