BSF મામલે અમિત શાહ સાથે કરીશ વાત, પવારે કહ્યું – બિન -ભાજપ શાસિત રાજ્ય સરકારોને અસ્થિર કરી રહ્યું છે કેન્દ્ર

|

Oct 16, 2021 | 9:25 PM

કેન્દ્ર સરકારે આસામ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિલોમીટરની અંદર દરોડા પાડવા અને ધરપકડ કરવા માટે બીએસએફને સત્તા આપી છે. વિરોધ પક્ષોએ કેન્દ્રના આ પગલાની ટીકા કરી છે અને કહ્યું છે કે તે રાજ્ય સરકારોના અધિકારક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ છે.

BSF મામલે અમિત શાહ સાથે કરીશ વાત, પવારે કહ્યું - બિન -ભાજપ શાસિત રાજ્ય સરકારોને અસ્થિર કરી રહ્યું છે કેન્દ્ર
NCP પ્રમુખ શરદ પવાર (ફાઇલ ફોટો).

Follow us on

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે (Sharad Pawar) આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર બિન ભાજપ શાસિત રાજ્યોની સરકારોને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે તેમણે ફરી એકવાર કહ્યું કે CBI અને NCB જેવી કેન્દ્રીય સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ દરમિયાન પવારે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે આ સરકારમાં બધું સ્થિર છે અને તે પોતાની પાંચ વર્ષની મુદત પૂરી કરશે.

 

આ દરમિયાન શરદ પવારે બીએસએફના ઓપરેશનલ અધિકારક્ષેત્રના વિસ્તરણની બાબત પર પણ ટિપ્પણી કરી અને કહ્યું કે તેઓ આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરશે. બીએસએફના અધિકારક્ષેત્રમાં વધારો કરવા માટે ઘણા વિપક્ષી દળોએ પહેલાથી જ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. હવે આ નેતાઓની યાદીમાં પવારનું નામ પણ ઉમેરાયું છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે આસામ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિલોમીટરની અંદર દરોડા પાડવા અને ધરપકડ કરવા માટે બીએસએફને સત્તા આપી છે. વિરોધ પક્ષોએ કેન્દ્રના આ પગલાની ટીકા કરી છે અને કહ્યું છે કે તે રાજ્ય સરકારોના અધિકાર ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ છે.

 

મહાવિકાસ આઘાડી સરકાર સંપૂર્ણ પાંચ વર્ષ ચાલશે

પવારે પણ આ મામલે ટિપ્પણી કરીને પોતાનું મૌન તોડ્યું છે. આ સાથે પવારે કેન્દ્ર પર પ્રહાર કરતા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ કરવાની વાત ફરી ઉચ્ચારી છે. શનિવારે પૂણેમાં એક કાર્યક્રમ દરમિયાન પવારે કહ્યું કે કેન્દ્ર સરકાર CBI, ED, IT અને NCB જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. પવારે વધુમાં કહ્યું કે “કેન્દ્ર સરકાર બિન-ભાજપ શાસિત રાજ્યોની સરકારોને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે.”

 

આ સાથે પવારે મહા વિકાસ આઘાડી સરકાર પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેમની સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે. પવારનું નિવેદન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે શિવસેનાને માત્ર નિશાન બનાવવામાં આવી રહી છે કારણ કે તે ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ સત્તામાં આવી છે. ઠાકરેએ પોતાના સંબોધનમાં એવો દાવો પણ કર્યો છે કે ભાજપના તમામ પ્રયાસો બાદ પણ મહા વિકાસ અઘાડી સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે.

 

આ પણ વાંચો :  પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કર્યા ગંભીર આક્ષેપો, કહ્યું – જનતા સાથે છેતરપિંડી કરીને સત્તામાં આવી શિવસેના

 

Published On - 9:23 pm, Sat, 16 October 21

Next Article