મહારાષ્ટ્રમાં કેમ થઈ રહ્યો છે કોરોના વિસ્ફોટ, કેન્દ્રની ટીમે ગણાવી આ ખામીઓ

|

Mar 16, 2021 | 4:07 PM

મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા Corona ના કેસ વચ્ચે કેન્દ્રની ટીમે મોટો ખુલાસો કર્યો છે. જેમાં કોવિડ-૧૯ના ફરી ફેલાવવાના અભ્યાસ માટે ગયેલી કેન્દ્રીય ટીમે જણાવ્યું હતું કે રાજ્યમાં સક્રિય રૂપે ટ્રેક, ટેસ્ટિંગ, કોરોનટાઇન અને અન્ય સંપર્કો માટેના સીમિત પ્રયાસ તેની માટે જવાબદાર છે.

મહારાષ્ટ્રમાં કેમ થઈ રહ્યો છે કોરોના વિસ્ફોટ, કેન્દ્રની ટીમે ગણાવી આ ખામીઓ

Follow us on

મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા Corona ના કેસ વચ્ચે કેન્દ્રની ટીમે મોટો ખુલાસો કર્યો છે. જેમાં કોવિડ-૧૯ના ફરી ફેલાવવાના અભ્યાસ માટે ગયેલી કેન્દ્રીય ટીમે જણાવ્યું હતું કે રાજ્યમાં સક્રિય રૂપે ટ્રેક, ટેસ્ટિંગ, કોરોનટાઇન અને અન્ય સંપર્કો માટેના સીમિત પ્રયાસ તેની માટે જવાબદાર છે. આ ટીમે ભલામણ કરી છે કે એક કોરોના પોઝિટિવ વ્યકિત માટે ઓછામાં ઓછા ૨૦ થી ૩૦ નજીકના કોન્ટેક્ટને ટ્રેક કરવાની જરૂર છે.

ટીમે જણાવ્યું કે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં લોકો કોવિડ નિયમોનું પાલન નથી કરી રહ્યા. કેન્દ્રીય ટીમે કહ્યું કે Corona ના રોકથામ માટે ઓગસ્ટ -સપ્ટેમ્બર ૨૦૨૦ જેવા પ્રતિબંધ લગાવવાની જરૂરિયાત છે.આ પૂર્વે ભારતીય સાર્સ- કોવિડ-૨ ના જીનોમિક કંસોર્ટીયાના સંશોધનના રાજ્યમાં ૧૦ ટકા નમુનામાં E48k મ્યુટેશન મળી આવ્યું છે. આ મ્યુટેશન શરીરની પ્રતિરક્ષાને પ્રતિક્રિયાને ચકમો આપવા માટે સાર્સ- કોવિ-૨ વાયરસથી મદદ કરે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર પાંચ રાજયોમાં મહારાષ્ટ્ર,પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં કોવિડ-૧૯ ના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. સોમવારે નવા ડેટા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસોના ૭૮. ૪૧ ટકા કેસ આ રાજ્યોમાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે દેશના કોરોના સંક્રમણમાં વધતાં કેસનું મુખ્ય કારણોમાં કોવિડ-૧૯ની ગાઈડલાઇનનું સદંતર થતો ભંગ છે. તેમજ તેના પાલનની લાપરવાહી છે. જ્યારે કોરોના વધતાં કેસોને લઇને પીએમ મોદીએ બુધવારે ફરી એકવાર તમામ રાજ્યોના કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.

Next Article