AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ માટે ‘અસલી કલાકાર’ કોણ ? એકનાથ શિંદેએ કર્યો ખુલાસો

વિશ્વાસ મત જીત્યા પછી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ (Maharashtra CM Eknath Shinde) વિધાનસભાને કહ્યું, "વિધાન પરિષદની ચૂંટણીના દિવસે અને મારી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું... મેં પાછા ન જવાનું નક્કી કર્યું હતું."

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ માટે 'અસલી કલાકાર' કોણ ? એકનાથ શિંદેએ કર્યો ખુલાસો
Eknath Shinde & Devendra Fadnavis (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 7:59 AM
Share

મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા ખતમ થતાની સાથે જ મુખ્ય ભૂમિકા પરથી પણ પડદો ઉંચકાયો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) દેવેન્દ્ર ફડણવીસને (Devendra Fadnavis) તેમની સરકારના “અસલી કલાકાર” ગણાવ્યા છે. સોમવારે તેમણે શિવસેનામાં બળવાનું સાચું કારણ પણ જણાવ્યું. જો કે, રાજ્યમાં વિભાગોની ફાળવણી બાકી છે અને સીએમ કહે છે કે તેના પર ટૂંક સમયમાં ચર્ચા કરવામાં આવશે. સોમવારે યોજાયેલા ફ્લોર ટેસ્ટમાં શિંદે સરકારને 164 વોટ મળ્યા હતા.

કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપની જીત નિર્ણાયક

વિશ્વાસ મત જીત્યા પછી, તેમણે વિધાનસભાને કહ્યું, “વિધાન પરિષદની ચૂંટણીના દિવસે અને મારી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું… ત્યારે જ મેં પાછા નહી ફરવાનું નક્કી કર્યું હતું.” ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલની ચૂંટણીમાં, ભાજપે પાંચ બેઠકો પર ચૂંટણી લડી હતી અને તમામ બેઠકો પોતાના નામે કરી હતી. જ્યારે કોંગ્રેસના ચંદ્રકાંત હંડોરેને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ દરમિયાન તેમણે આસામના ગુવાહાટી સ્થિત હોટલમાં વિતાવેલા દિવસોને પણ યાદ કર્યા. તેમણે જણાવ્યું કે કેવી રીતે તમામ ધારાસભ્યો સૂતા હોય ત્યારે તેઓ અડધી રાત્રે હોટેલમાંથી નીકળી જતા હતા અને વહેલી સવારે પરત ફરતા હતા. તેમણે કહ્યું કે, ‘તેમની સરકારના અસલી કલાકાર દેવેન્દ્ર ફડણવીસ છે.’ શિંદેએ ગુરુવારે સીએમ તરીકે શપથ લીધા હતા. આ સાથે જ ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બની ગયા છે.

છેલ્લા પખવાડિયામાં મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો ઉલ્લેખ કરતા, નવા મુખ્ય પ્રધાને સોમવારે કહ્યું કે તેમને થોડો સમય જોઈએ છે જે પછી તેઓ અને ફડણવીસ કેબિનેટ પોર્ટફોલિયોની ફાળવણી અંગે ચર્ચા કરશે.

ભાજપના રાષ્ટ્રીય નેતાઓની મદદથી ફાળવવામાં આવશે ખાતા

શિંદેના નેતૃત્વવાળી સરકારે સોમવારે વિધાનસભામાં બહુમતી સાબિત કરી દીધી. શિંદેએ બાદમાં પત્રકારોને કહ્યું, “હવે અમને યોગ્ય રીતે શ્વાસ લેવા દેવામાં આવે. તે અમારા માટે ખૂબ જ કપરો સમય હતો. હું અને દેવેન્દ્ર ફડણવીસ બેસીને કેબિનેટના પોર્ટફોલિયો અને તેમની ફાળવણી અંગે ચર્ચા કરીશું. અમે આ માટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓની સંમતિ પણ લઈશું.” શિંદેએ કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોમાં અમે ઘણી ધમાલમાંથી પસાર થયા છીએ અને હવે અમારે પરિવાર સાથે વિતાવવા માટે થોડો સમય જોઈએ છે.” નોંધનીય  છે કે, સરકાર બનતાની સાથે જ મુખ્યમંત્રીએ વેટ ઘટાડીને પેટ્રોલ – ડીઝલ સસ્તુ કરવાની જાહેરાત કરી હતી.

દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">