Mumbai Local Train: મુંબઈગરાઓ પુછી રહ્યા છે સવાલ, કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલી ડીજીટલ ટીકીટ ક્યારથી મળશે ?

|

Nov 16, 2021 | 9:38 PM

કોરોનાકાળ પહેલા, મુસાફરો માટે એટીવીએમ, કોટીવીએમ, જીટીબીએસ અને મોબાઈલ યુટીએસ જેવા ડિજિટલ ટીકીટના વિકલ્પો ઉપલબ્ધ હતા.

Mumbai Local Train: મુંબઈગરાઓ પુછી રહ્યા છે સવાલ, કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલી ડીજીટલ ટીકીટ ક્યારથી મળશે ?
mumbai local train

Follow us on

મુંબઈમાં કોરોના સંક્રમણ (Corona in Mumbai)  ઘણી હદ સુધી કાબૂમાં આવી ગયું છે. મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local Train) સહિત મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ કોરોના સમયગાળા પહેલાની જેમ સંપૂર્ણ ક્ષમતાથી ટ્રેક પર દોડી રહી છે. પરંતુ મુંબઈ લોકલમાં મુસાફરી કરતા મુસાફરોને ટીકીટ લેવા માટે ટીકીટ વિન્ડો (Ticket window) પર આવવું પડતું હોવાથી ભારે પરેશાન છે. ટિકિટ લેવા માટે મોબાઈલ કે અન્ય ડીજીટલ સુવિધા હજુ પણ બંધ છે. એટલે કે ટિકિટ લેવા માટે ટિકિટ બારી પર આવવું મજબૂરી છે.

પોતાના મોબાઈલ કે અન્ય ડિજીટલ મોડ દ્વારા ટિકિટ લેવાની સિસ્ટમ ક્યારે ફરી શરૂ થશે, તે મુંબઈકરોનો પ્રશ્ન છે. ટિકિટ બારી સામે ઊભા રહીને ટિકિટ મેળવવામાં ઘણો સમય વેડફાય છે, તેથી મુંબઈવાસીઓ ફરી એકવાર મોબાઈલ કે અન્ય ડિજિટલ માધ્યમથી ટિકિટ લેવાની સુવિધા ફરી શરૂ થાય તે જોવા ઈચ્છે છે.

કોરોનાકાળ પહેલા, મુસાફરો માટે એટીવીએમ, કોટીવીએમ, જીટીબીએસ અને મોબાઈલ યુટીએસ જેવા ડિજિટલ ટીકીટના વિકલ્પો ઉપલબ્ધ હતા. કોરોનાકાળ દરમિયાન આ વિકલ્પો બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કોરોનાની લહેર પુરી થવા પર છે. હવે ટ્રેનો પહેલાની જેમ પૂર્ણ ક્ષમતાથી દોડી રહી છે. જ્યારે બધું સામાન્ય થઈ રહ્યું છે ત્યારે ડિજિટલ ટિકિટિંગ સુવિધા શા માટે બંધ છે ? આ પ્રશ્ન દરેકને થઈ રહ્યો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

STની હડતાળની અસર મુંબઈ લોકલ પર

રાજ્યમાં એસટી બસોના કર્મચારીઓની હડતાળને કારણે મુંબઈ અને મુંબઈ ઉપનગરીય ટ્રેન સેવાઓને પણ અસર થઈ છે. આવા ઘણા લોકો જે પહેલા રાજ્ય પરિવહનની બસોમાં મુસાફરી કરતા હતા તે હવે ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મુંબઈ લોકલમાં મુસાફરી કરવા માટે લોકોની ટિકિટ બારી બહાર લાંબી લાઈનો લાગી રહી છે. ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. આવી સ્થિતિમાં ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની માગ છે કે ડિજિટલ ટિકિટની સુવિધા ફરી શરૂ કરવામાં આવે જેથી મુસાફરોની મુશ્કેલી ઓછી થાય.

બંધ પડ્યા પડ્યા મશીનો પણ બગડી જશે.

રેલ્વે સ્ટેશનોમાં ટિકિટ બારીની બહાર લગાવવામાં આવેલ એટીવીએમ અને સ્માર્ટ કાર્ડ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. આવી સ્થિતિમાં તેઓ બંધ પડીને ધૂળ ખાઈ રહ્યા છે. રેલવેના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓનો પણ એવો જ મત છે કે જો તેનો ઉપયોગ જલ્દી શરૂ કરવામાં નહીં આવે તો તે બગડી જશે. આવી સ્થિતિમાં તેમને ભંગારમાં મોકલવા પડશે.

આ પણ વાંચો :  Aryan Khan Drug Case: નવાબ મલિકનો નવો ખુલાસો, ગોસાવી અને કાશિફ ખાનની વોટ્સએપ ચેટ શેર કરી પૂછ્યું- આની સાથે સમીર વાનખેડેનો શું સંબંધ છે?

Next Article