Water Cut in Mumbai: મુંબઈના આ વિસ્તારોમાં રહેશે પાણીની સમસ્યા, જાણો ક્યા વિસ્તારોમાં રહેશે પાણીનો કાપ

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા પાઈપલાઈનનું સમારકામ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેથી, શહેરમાં પાણી કાપ રહેશે.

Water Cut in Mumbai: મુંબઈના આ વિસ્તારોમાં રહેશે પાણીની સમસ્યા, જાણો ક્યા વિસ્તારોમાં રહેશે પાણીનો કાપ
Water Cut In Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 1:38 PM

મુંબઈમાં આજે પાણી કાપ રહેશે. ખાસ કરીને પશ્ચિમ ઉપનગરીય વિસ્તારોમાં (Western Suburbs) પાણી પુરવઠામાં ઘટાડો થશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા પાઈપલાઈનનું સમારકામ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેથી, શહેરમાં 15 ટકા પાણીનો કાપ રહેશે. આપનો જણાવવું રહ્યું કે,પાણી કાપથી પશ્ચિમ ઉપનગરો સૌથી વધુ પ્રભાવિત થશે અને કેટલાક પૂર્વ ઉપનગરીય વિસ્તારોમાં પણ પાણી કાપ રહેશે.

જે વિસ્તારોમાં પાણી કાપ છે તે મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) અને ચર્ચગેટ વચ્ચેના કેટલાક વિસ્તારો છે. જેમાં મુખ્યત્વે બાંદ્રા વિસ્તાર, મલાડ અને દહિસર વચ્ચેના વિસ્તારોમો સમાવેશ થાય છે. શહેરમાં 20 જેટલા વોર્ડ છે જે પાણી કાપથી પ્રભાવિત થશે.

આ વિસ્તારોમાં રહેશે પાણી કાપ

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

મુંબઈ શહેરના કુર્લા, અંધેરી, ઘાટકોપર, રામ મંદિર અને ગોરેગાંવમાં સંપૂર્ણ પાણી કાપ રહેશે. એટલે કે, અહીં પાણીની સમસ્યા સર્જાશે. BMC દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં પાણીની પાઈપલાઈનનું સમારકામ કરવાનું હોવાથી પાણીનો કાપ રહેશે. BMCએ (Bombay Municipal Corporation) નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જરૂરિયાત મુજબ પાણી અગાઉથી જ રાખે.

પાણીનો કાપ રહેશે તેવા વિસ્તારોની વાત કરવામાં આવે તો, ગોરેગાંવ-બિંબિસાર નગર, રામ મંદિર, ગોરેગાંવ પશ્ચિમ, કુર્લા-વિભાગ નં. 157 સંઘર્ષ નગર, ખૈરાણી માર્ગ અને સંકુલ, વિભાગ નં. 158 યાદવ નગર, વૃંદાવન કોલોની, અંજલી મેડિકલ કેમ્પસ, વિભાગ નં. 159, દુર્ગામાતા મંદિર રોડ, લોયલકા કમ્પાઉન્ડ, ભાનુશાળી વાડી, ચર્ચ સ્ટ્રીટ એન્ડ પ્રિમાઇસીસ, ઘાટકોપર, આનંદ નગર ઉધચન પાણી પુરવઠા ભાટવાડી, બર્વે નગર, ભીમનગરનો સમાવેશ થાય છે.

આ વિસ્તારોમાં પાણી ઓછું આવશે

જે વિસ્તારોમાં સંપૂર્ણ પાણી કાપ નથી તેવા વિસ્તારોની વાત કરવામાં આવે તો, તેમાં અંધેરી વેસ્ટ- સ્વામી વિવેકાનંદ રોડ, ગુલશન નગર, આરએમ માર્ગ, ગિલ્બર્ટ હિલ, જુહુ કોલીવાડા, ક્રાંતિ નગર, વિલાસ નગર, શક્તિ નગર, કદમ નગર, આનંદ નગર, પાટલીપુત્ર, ચાર બંગલો, વીરા દેસાઈ રોડ, મોરગાંવ, યાદવ નગર, સાવંત માર્ગ , જોગેશ્વરી સ્ટેશન માર્ગ, સહકાર માર્ગ, બાંદિવલી ટેકરી,અંધેરી પૂર્વ- બાંદ્રેકરવાડી, ફ્રાન્સિસ વાડી, મખરાણી પાડા, સુભાષ માર્ગ, ચાચા નગર, બાંદ્રા પ્લોટ, હરીનગર, શિવાજી નગર અને પાસકલ કોલોની છે.

આ ઉપરાંત શંકરવાડી, પંપ હાઉસ, વિજય રાઉત માર્ગ, પાટીલવાડી, હંજર નગર, જગદાપાડા, પારસી કોલોની, જીજામાતા માર્ગ, ગુંદાવલી ટેકરી, આશીર્વાદ ચાવલ, જૂનો નગરદાસ માર્ગ, મોગરપાડા, નવો નગરદાસ માર્ગ, પારસી પંચાયત માર્ગ, આર.કે. સિંહ માર્ગ, નિકોલવાડી સંકુલ, વિશાલ સભાગૃહ, વર્મા નગર, કામદાર કલ્યાણ, માંજરેકર વાડી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.

શા માટે રહેશે પાણીનો કાપ

BMC એ જણાવ્યું હતું કે, પાણીનો કાપ એટલા માટે રાખવામાં આવ્યો છે, કારણ કે જોગેશ્વરી પૂર્વમાં વેરાવલી જળાશયમાં જરૂરી જાળવણી કાર્ય ચાલી રહ્યું છે. આ જાળવણીનું કામ શહેરમાં પાણી પુરવઠા વ્યવસ્થા સુધારવા માટે કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Corona in Maharashtra : શું આ મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર? મહારાષ્ટ્ર માટે ચિંતાજનક સ્થિતિના સંકેત

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડ્યો વેગ, સંપુર્ણ ઉંચાઈના પ્રથમ સ્તંભનું થયું નિર્માણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">