મુંબઈમાં કોરિયન મહિલા યુટ્યુબર સાથે થઈ છેડતી, છતા કહ્યું – મુંબઈ સુરક્ષિત છે!

|

Dec 02, 2022 | 7:08 PM

હાલમાં દક્ષિણ કોરિયાની હ્યોજિઓન્ગ પાર્ક ભારતના મુંબઈ પ્રવાસે આવી હતી. આ દરમિયાન તેની સાથે મુંબઈના રસ્તાઓ પર અભદ્ર વર્તન થયુ. આ ઘટનાના વીડિયો છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

મુંબઈમાં કોરિયન મહિલા યુટ્યુબર સાથે થઈ છેડતી, છતા કહ્યું - મુંબઈ સુરક્ષિત છે!
south korean youtuber hyojeong park
Image Credit source: Twitter

Follow us on

મુંબઈમાં હાલમાં દેશની છબી ખરાબ કરતી ઘટના બની હતી. ભારતની સુંદરતા, પ્રાકૃતિક નજારા અને સંસ્કૃતિને જોવા માટે દેશ વિદેશની રોજ હજારો લોકો ભારત આવે છે. હાલમાં દક્ષિણ કોરિયાની હ્યોજિઓન્ગ પાર્ક ભારતના મુંબઈ પ્રવાસે આવી હતી. આ દરમિયાન તેની સાથે મુંબઈના રસ્તાઓ પર અભદ્ર વર્તન થયુ. આ ઘટનાના વીડિયો છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ ઘટના પર ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતુ કે કોરિયન મહિલાને સ્થાનીક અધિકારી પાસેથી તમામ પ્રકારની મદદ અને સુરક્ષા મળશે.

કોરિયન મહિલા સાથેની છેડતીની ઘટના આંતરાષ્ટ્રીય સ્તર પર પહોંચતા એકનાથ શિંદે એ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આશ્વાસન આપતા કહ્યું છે કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે મુંબઈમાં મહિલાઓ રાત્રે એકલી ફરી શકે છે કારણ કે અહીં સુરક્ષિત છે. આ બધા વચ્ચે દક્ષિણ કોરિયાના દૂતાવાસ દ્વારા તેના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને રાત્રે બહાર ન નીકળવા આગ્રહ કર્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કોરિયન મહિલા યુટયુબર સાથે થઈ છેડતી

થોડા સમય પહેલા દક્ષિણ કોરિયાની યુટ્યુબર હ્યોજિઓન્ગ પાર્ક મુંબઈના ખાર પાસે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી. તે સમયે એક યુવક તેની ખુબ નજીક આવી ગયો. વિરોધ કરવા છતા યુવક તે મહિલાનો હાથ પકડીને તેને ખેંચવા લાગ્યો. તે સમયે તેણે અચાનક મહિલાને કિસ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તેનો એેક મિત્ર પણ પોતાના વાહન પર જોવા મળ્યો. તે યુવકો તે વિદેશી મહિલાને વાહન પર બેસાડી તેના સ્થળ સુધી છોડી આવવાનો આગ્રહ કર્યો, જેને તે વિદેશી મહિલા એ નકાર્યો અને જેમતેમ કરીને તે યુવકોથી દૂર ગઈ.

આ યુવક સુરક્ષા માટે આવ્યો આગળ

કોરિયન મહિલાની લાઈવ સ્ટ્રીમિંગ જોઈ એક યુવક તરત તેની મદદ માટે તે સ્થળે પહોંચ્યો હતો. તે જ સમયે તે બદમાશ યુવકો પાછા આવતા, તે મદદ કરનાર યુવકે તેમને સમજાવીને પાછા જવા મજબૂર કર્યા હતા. આ વાત પર કોરિયન મહિલા એ તેનો આભાર માન્યો હતો અને કહ્યુ હતુ કે, ભારત અને મુંબઈ સુરક્ષિત છે. એક જવાબદાર નાગરિક તરીકે તે યુવકે મહિલાની છેડતી કરતા બચાવીને દેશની છબી બગડતા બચાવી હતી.

મુંબઈ પોલીસની કાર્યવાહી

 

 


લોકોનો રોષ સામે આવતા અને આ વીડિયો વાયરલ થતા મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. મુંબઈ પોલીસ દ્વારા તે બંને બદમાશ યુવકોની ધરપડક કરવામાં આવી હતી.

કોણ છે આ કોરિયન મહિલા યુટ્યુબર ?

 

 

દક્ષિણ કોરિયાની યુટ્યુબર હ્યોજિઓન્ગ પાર્ક 24 વર્ષની છે. આ કોરિયન મહિલા એક મોડેલ, લાઈવ સ્ટ્રીમર અને કોન્ટેનટ ક્રિએટર છે. તે યુટ્યુબ, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ એક્ટિવ રહે છે. તેના ટ્વિટર હેન્ડલનું નામ Mhyochi. હાલમાં તે ભારતના પ્રવાસે આવીને ભારતની સુંદરતાને આખી દુનિયા સુધી પહોંચાડી રહી છે.

Next Article