AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: નારાયણ રાણેએ CM ઉદ્ધવ ઠાકરે પર તાક્યુ નિશાન- શિવસેનાના સાંસદો પણ પીએમ મોદીના આશીર્વાદથી ચૂંટાય છે’

રાણેએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે 'જો બાલાસાહેબ ઠાકરે આજે જીવતા હોત તો તેમણે ક્યારેય તેમની હિન્દુત્વ વિચારધારા સાથે સમાધાન કર્યું ન હોત, પરંતુ ઉદ્ધવ ઠાકરે લાચાર છે.

Maharashtra: નારાયણ રાણેએ CM ઉદ્ધવ ઠાકરે પર તાક્યુ નિશાન- શિવસેનાના સાંસદો પણ પીએમ મોદીના આશીર્વાદથી ચૂંટાય છે'
Union Minister Narayan Rane
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 11:59 PM
Share

કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Congress Sonia Gandhi) તમામ વિપક્ષી દળોને એક કરવા માટે શુક્રવારે મહત્વની બેઠક બોલાવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. સીએમ ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) આ સભામાં જોડાયા બાદ હવે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ (Union Minister Narayan Rane) તેમના પર નિશાન સાધ્યુ છે.

નારાયણ રાણેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે અને શિવસેના બહુ નાની છે. તેમની પાસે માત્ર 56 ધારાસભ્યો છે, તેઓ આ દેશમાં શું છે? રાણેએ વધુમાં કહ્યું કે શિવસેનાના સાંસદો પણ પીએમ મોદીના આશીર્વાદથી ચૂંટાય છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે ઠાકરેએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકમાં માત્ર તેમની લાચારીને કારણે હાજરી આપી છે.

રાણેએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે ‘જો બાલાસાહેબ ઠાકરે આજે જીવતા હોત તો તેમણે ક્યારેય તેમની હિન્દુત્વ વિચારધારા સાથે સમાધાન કર્યું ન હોત, પરંતુ ઉદ્ધવ ઠાકરે લાચાર છે કારણ કે તેઓ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજરી આપી રહ્યા છે.

‘હું જેને ચાહું છું તેને નમન કરું છું’

ગુરુવારે નારાયણ રાણેએ શિવસેના પાર્ટીના સ્થાપક સ્વ.બાલ ઠાકરેના સ્મારકની મુલાકાત લીધી હતી. જે બાદ શિવસૈનિકોએ ગૌમૂત્રથી બાળાસાહેબ ઠાકરેના સ્મારકને શુદ્ધ કર્યું હતું. જેને રાણેએ કહ્યું કે ‘હું જેને ચાહું છું તેને નમન કરું છું’. તેમણે કહ્યું કે મેં જોયું કે ઠાકરેનું સ્મારક માટીથી ઘેરાયેલું છે. જો શિવસેનાના કાર્યકરો તેને સ્વચ્છ કરવા માટે ખૂબ જ આતુર છે. તેથી તેઓએ સ્મારકને સેનિટાઈઝ કરતા પહેલા સારી સ્થિતિમાં રાખવું જોઈએ.

આ સ્મારકના ધોરણો એક આંતરરાષ્ટ્રીય સ્મારકના સમકક્ષ હોવા જોઈએ, પરંતુ તેની સ્થિતિ શિવસેનાના 32 વર્ષ લાંબા શાસન દરમિયાન જેવી મુંબઈની પરિસ્થિતિ છે. તેવી આ સ્મારકની પણ પરિસ્થિતી છે તેમણે કહ્યું કે શિવસેનાથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે ભાજપની સરકાર આવતા જ તે મુંબઈને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શહેર બનાવી દેશે.

મહારાષ્ટ્રમાં રાજકારણ હમેશાં ગરમાયેલું રહે છે. ચૂંટણી પરીણામો પછી ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદ સર્જાયો અને ગઠબંધન વાળી સરકાર રચવામાં આવી. કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ મહાવિકાસ અઘાડી સરકાર રચી. આ પરિસ્થિતી બાદ મહારાષ્ટ્રમાં આરોપો અને પ્રત્યારોપો થતાં રહે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા જનતાને ત્રીજી લહેરની આગાહીને લઈને થોડી સાવચેતી રાખવાની અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી અને આ અપીલ દ્વારા જ તેમણે ભાજપની જન આશીર્વાદ યાત્રા ઉપર નિશાન તાક્યુ હતું.

આ પણ વાંચો : Mumbai : નારાયણ રાણેની ‘જન આશીર્વાદ યાત્રા’ માં કોરોના નિયમોનો ભંગ, ભાજપના કાર્યકરો સામે FIR દાખલ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">