Maharashtra: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનો દાવો! કહ્યું- રાજ્યમાં બનશે ભાજપની સરકાર, મહાવિકાસ અઘાડી પાસે હવે વધુ દિવસો નથી

નારાયણ રાણેએ કહ્યું કે જો ભાજપની સરકાર આવશે તો તમનો રાજ્યમાં મોટું પરિવર્તન જોવા મળશે. તમને જણાવી દઈએ કે,  શિવસેનાએ, ભાજપ સાથે સંબંધો તોડીને એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી.

Maharashtra: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનો દાવો! કહ્યું- રાજ્યમાં બનશે ભાજપની સરકાર, મહાવિકાસ અઘાડી પાસે હવે વધુ દિવસો નથી
Narayan Rane, former Chief Minister of Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 7:32 PM

મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ (Former CM Narayan Rane) મહા વિકાસ અઘાડી સરકારને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે આગામી માર્ચ સુધીમાં મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પડી જશે. સાથે જ તેમણે કહ્યું કે અહીં ભાજપની સરકાર બનશે. રાણેએ કહ્યું કે જો ભાજપની સરકાર આવશે તો તમને રાજ્યમાં મોટું પરિવર્તન જોવા મળશે. તમને જણાવી દઈએ કે શિવસેનાએ ભાજપ સાથે સંબંધો તોડીને એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. આ ગઠબંધનનું નામ મહા વિકાસ અઘાડી રાખવામાં આવ્યું હતું.

આ બાબત અંગે તેમણે કહ્યું કે આ બાબત મારી અંદરની છે, તેથી હું તેને હાલ બહાર કાઢવા માંગતો નથી. તેમણે કહ્યું કે જો સરકાર બનાવવી હોય કે સરકારને નીચે લાવવી હોય તો કંઈક વાત છુપાવવી પડે છે. મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનું નામ લેતા તેમણે કહ્યું કે તેમણે માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનાવવાની વાત કરી છે. આ વાત સાચી સાબિત કરવા માટે કામ કરીશું.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને મળવા CM મમતા મુંબઈ જશે, કોંગ્રેસને આપી શકે છે ઝટકો

જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (CM Mamta Banerjee) દિલ્હી પ્રવાસ દરમિયાન સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે મુલાકાત ન કરીને અને કોંગ્રેસના ઘણા મોટા નેતાઓને ટીએમસીમાં સામેલ કરીને તેઓએ રાષ્ટ્રીય રાજકારણમાં તેમની દખલગીરી વધારવાના સંકેતો આપવાનું શરૂ કર્યું છે.

2024ની લોકસભા ચૂંટણી પહેલા તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વિસ્તરણમાં વ્યસ્ત છે અને રાજકીય નિષ્ણાતો કહે છે કે મમતા તેમની પાર્ટીને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસના વિકલ્પ તરીકે રજૂ કરી રહી છે. સીએમ મમતા બેનર્જી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારને (Sharad Pawar) મળવા માટે મંગળવારે મુંબઈની મુલાકાત લેશે.

ટીએમસી કોંગ્રેસના નેતાઓને લાવવામાં સફળ રહી

તે જ સમયે ટીએમસી, કોંગ્રેસના ઘણા ‘મોહભંગ’ નેતાઓને તેના પક્ષમાં લાવવામાં સફળ રહી છે. જેમાં ગોવાના પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી લુઈઝિન્હો ફાલેરો પણ સામેલ છે. ટીએમસીએ મેઘાલયમાં કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યો પણ પોતાની પાર્ટીમાં લાવી દીધા છે. આ સાથે ટીએમસી રાજ્ય વિધાનસભામાં મુખ્ય વિપક્ષ બની ગઈ છે. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે પોતાની મુંબઈ મુલાકાતની પુષ્ટિ કરતા કહ્યું કે મમતા બેનર્જી ભાજપ સામે મજબૂત વિપક્ષી ચહેરો છે.

આવી સ્થિતિમાં ગોવા, યુપી, મેઘાલય, ત્રિપુરા અને આસામમાં તૃણમૂલ કોંગ્રેસનો વિસ્તાર કર્યા બાદ મમતા બેનર્જી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજસ્થાનની મુલાકાતે પણ જાય તેવી શક્યતા છે. તૃણમૂલ આગામી ગોવા વિધાનસભા ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે અને પાર્ટી ત્રિપુરામાં ચાલી રહેલી નાગરિક ચૂંટણીમાં પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. મુંબઈની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન રાજ્યમાં રોકાણ માટે કેટલાક ઉદ્યોગપતિઓને પણ મળવાની અપેક્ષા છે.

કોંગ્રેસને આંચકો આપવાની તૈયારી

નોંધપાત્ર વાત એ છે કે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ મમતા સતત પાર્ટીના વિસ્તરણમાં વ્યસ્ત છે. ટીએમસી પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ અને ધારાસભ્યોને અને અન્ય ભારતીય રાજ્યોમાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોને સતત શિકાર બનાવી રહી છે.

તાજેતરનો મામલો મેઘાલયનો છે, જ્યાં કોંગ્રેસના 12 ધારાસભ્યો ટીએમસીમાં જોડાયા છે. જો નિષ્ણાતોનું માનીએ તો TMC દેશમાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે કોંગ્રેસનું સ્થાન લેવાનું વિચારી રહી છે. ભલે 2024ની ચૂંટણી દૂર છે, પરંતુ કોંગ્રેસ કરતા વધુ લોકસભા સીટો મેળવવાના આ દાવાને  TMC  આધાર બનાવી શકે છે.

કોંગ્રેસની હાલત અત્યંત નાજુક છે

2019ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ 52 લોકસભા બેઠકો જીતવામાં સફળ રહી હતી. તેમાંથી 31 બેઠક માત્ર ત્રણ રાજ્યોમાંથી આવી હતી: કેરળ (15) અને પંજાબ (8) અને તમિલનાડુ (8). 2021ની કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું.

તમિલનાડુમાં કોંગ્રેસનું ભાવિ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સાથે સીટ વહેંચણીની ફોર્મ્યુલા પર નિર્ભર રહેશે. બીજી તરફ પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહની બહાર થવાને કારણે પાર્ટી વિભાજનનો સામનો કરી રહી છે. આસામમાં કોંગ્રેસને 2019માં ત્રણ લોકસભા બેઠકો મળી હતી.

જો કે TMC લોકસભા સીટોના ​​સંદર્ભમાં કોંગ્રેસને હરાવવામાં સફળ રહે છે તો પણ પ્રાથમિક વિરોધ પક્ષ તરીકે માન્યતા પ્રાપ્ત કરવાનો તેનો દાવો વિશ્વસનીય રહેશે નહીં. 2019ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો અખિલ ભારતીય મત હિસ્સો 19.5% હતો, જ્યારે 2014ની સામાન્ય ચૂંટણીઓમાં જ્યારે ટીએમસીએ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ત્યારે પણ તેનો રાષ્ટ્રીય મત હિસ્સો માત્ર 4.1% હતો.

આ પણ વાંચો :  26/11ના હુમલાની 13મી વરસી પર ભારતે પાકિસ્તાન હાઈ કમિશનના રાજદ્વારીને તેડાવ્યા

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">