Corona Third Wave : મહારાષ્ટ્ર માટે સારા સમાચાર ! કોરોનાની ત્રીજી લહેરની શક્યતા ઓછી

|

Aug 23, 2021 | 7:14 AM

મોટાભાગના રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ઘટતુ જોવા મળી રહ્યુ છે, ઉપરાંત કોરોનાને કારણે થતા મૃત્યુની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. અહેવાલ અનુસાર,ઓગસ્ટના અંત સુધીમાં ભારતમાં કોરોનાના કેસ દરરોજ 20 હજારથી ઓછા થશે.

Corona Third Wave : મહારાષ્ટ્ર માટે સારા સમાચાર ! કોરોનાની ત્રીજી લહેરની શક્યતા ઓછી
Corona Third Wave

Follow us on

Corona Third Wave : કોરોનાના ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સુવિધાઓ વધારવામાં આવી છે, ઉપરાંત નિષ્ણાતોના મતે હવે આગામી ત્રણ અઠવાડિયા બાદ ત્રીજી લહેરની (Third Wave) આશંકા વ્યક્ત કરી છે. નિષ્ણાતોનું માનીએ તો ત્રીજી લહેર ઓક્ટોબરની આસપાસ આવે તો પણ તે બીજી લહેર કરતા ઓછી વિનાશક રહેશે.

જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર ટાસ્ક ફોર્સના (Task Force Committee) સભ્યો આ અંગે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે, તેમના મતે ત્રીજી લહેર નહીં આવે અને જો આવશે તો વધુ માત્રામાં ફેલાશે નહીં.

ઓગસ્ટના અંત સુધીમાં કોરોના મોટા પ્રમાણમાં નિયંત્રિત થઈ જશે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સેન્ટ્રલ કોરોના ટાસ્ક ફોર્સના કેટલાક વરિષ્ઠ સભ્યોએ (Specialist) જણાવ્યુ હતુ કે, કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. ઓગસ્ટના અંત સુધીમાં મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસો ખૂબ ઝડપથી નીચે જશે. વધુમાં કહ્યુ કે, કેટલાક રાજ્યોને બાદ કરતા, મોટાભાગના રાજ્યોમાં કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. ઓગસ્ટના અંત સુધીમાં ભારતમાં કોરોનાના કેસ દરરોજ 20 હજારથી ઓછા થશે, કારણ કે આ સમય દરમિયાન 65 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન (Vaccination) થઈ જશે.

ઉપરાંત કોરોનાને કારણે થતા મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો નોંધાશે અને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત પણ રહેશે નહીં. જો કે નિષ્ણાતોએ આગામી ત્રણ અઠવાડિયા બાદ ત્રીજી લહેરની (Third Wave) આશંકા વ્યક્ત કરી છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોવિડ નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે.

ત્રીજી લહેર ઓછી જીવલેણ હશે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યાએ (Dr. Saumya) જણાવ્યુ હતુ કે, “ત્રીજી લહેર આવશે કે નહીં તેના વિશે નિશ્ચિતતા સાથે કશું કહી શકાય નહીં. પરંતુ જો ત્રીજી લહેર આવે તો પણ તે બીજી લહેર જેટલી જીવલેણ નહીં હોય, તે ચોક્કસપણે કહી શકાય.”

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટતુ જોવા મળી રહ્યુ છે અને વેક્સિનેશન પણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે, ત્યારે નિષ્ણાંતોના મતે કોરોનાની ત્રીજી લહેરની અસર ખુબ ઓછી રહેશે. પરંતુ કોરોનાનો ખતરો યથાવત હોવાથી કોવિડ નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે.

 

આ પણ વાંચો: Vaccination in Maharashtra: મહારાષ્ટ્રએ બનાવ્યો નવો રેકોર્ડ! એક દિવસમાં 11 લાખ લોકોનું વેક્સીનેશન

આ પણ વાંચો:  Maharashtra Lockdown: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની ચેતવણી, મુંબઈમાં ફરી લાગી શકે છે લોકડાઉન

Next Article