ઠાકરે જૂથનો શિંદે જૂથ પર ફરી સૌથી મોટો આરોપ, ગુવાહાટી ગયેલા ધારાસભ્યોને મળ્યા 5-5 કરોડ

|

Dec 01, 2022 | 6:40 PM

આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યોએ ઉદ્ઘવ ઠાકરેના નેતૃત્વની વિરૂદ્ધ બળવો કર્યો હતો. મૂળ શિવસેનામાંથી બળવો કરનારા ધારાસભ્યો પહેલા સુરત ગયા હતા અને ત્યારબાદ ગુવાહાટી પહોંચ્યા હતા.

ઠાકરે જૂથનો શિંદે જૂથ પર ફરી સૌથી મોટો આરોપ, ગુવાહાટી ગયેલા ધારાસભ્યોને મળ્યા 5-5 કરોડ
Image Credit source: TV9 GFX

Follow us on

મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. શિવસેના (ઉદ્ઘવ બાલાસાહેબ ઠાકરે) જૂથના નેતાએ એક આરોપ લગાવ્યો છે કે તાજેત્તરમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેના ટેકો આપતા સાંસદ અને ધારાસભ્યો જે ફરીથી ગુવાહાટી ગયા હતા, તે કામાખ્યા દેવી મંદિરમાં બાધા પૂર્ણ કરવા અને આર્શીવાદ લેવા નહતા ગયા. તેમની વચ્ચે 5-5 કરોડ રૂપિયા વહેંચાયા, તેથી તેઓ ફરી ગુવાહાટીના પ્રવાસ પર ગયા. ઠાકરે જૂથના નેતા ચંદ્રકાંત ખેરના આ આરોપ પહેલા ઠાકરે જૂથ સતત આ આરોપ લગાવતું રહ્યું છે કે શિંદે સમર્થકોને બળવા માટે 50 કરોડ આપવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યોએ ઉદ્ઘવ ઠાકરેના નેતૃત્વની વિરૂદ્ધ બળવો કર્યો હતો. મૂળ શિવસેનામાંથી બળવો કરનારા ધારાસભ્યો પહેલા સુરત ગયા હતા અને ત્યારબાદ ગુવાહાટી પહોંચ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર લઘુમતીમાં આવતા સત્તા ગુમાવી હતી. ઠાકરે ગ્રુપનો આરોપ છે કે ઠાકરેના નેતૃત્વની સામે ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયામાં ખરીદ્યા. ત્યારબાદ શિવસેનાના 75 ટકાથી વધારે સાંસદ પણ શિંદે જૂથમાં જોડાયા, હવે ઠાકરે સમર્થક નેતા અને પૂર્વ સાંસદ ચંદ્રકાંત ખેરે નવો આરોપ લગાવતા કહ્યું કે આ સમર્થક નેતાઓ જે ફરી વાર ગુવાહાટી ગયા, તેમને ત્યાં 5-5 કરોડ રૂપિયા મળ્યા.

કેટલા સાંસદો કોની સાથે છે?

શિંદે જૂથમાં આવતા શિવસેનાના સાંસદોમાં પહેલું નામ તેમના પુત્ર શ્રીકાંત શિંદેનું છે, જે કલ્યાણના સાંસદ છે. આ ઉપરાંત રામટેકથી રામકૃપાલ તુમાને, હિંગોલીના હેમંત પાટીલ, શિરડીથી સદાશિવ લોખંડે, યવતમાલથી ભાવના ગવળી, દક્ષિણ-મધ્ય મુંબઈથી રાહુલ શેવાળે, બુલઢાણાથી પ્રતાપરાવ જાધવ, પાલઘરથી રાજેન્દ્ર ગાવિત, નાસિકથી હેમંત ગોડસે, શ્રીરંગ બારણે માવલ અને થાણેથી રાજન વિચારેના નામ ગણાવાઈ રહ્યાં છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કેટલાક લોકો ન તો લોકોની વાત સાંભળે છે અને ન તો તેમની ઈચ્છાઓ પૂરી કરતા હોય છે

ફડણવીસે 2019 અને હવે 2022નો ઉદ્ધવ ઠાકરેનો વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે કેટલાક લોકો ન તો જનતાની વાત સાંભળે છે, ન તો તેમના મનમાં આપેલા વચનને પૂર્ણ કરે છે. 2019થી 2022 સુધી ખેડૂતોએ તેમની પોકળ ખાતરી સાંભળી. પણ હું જે કહું છું તે કરું છું. માત્ર બલૂનમાં હવા ન ભરો. મેં 22 નવેમ્બરે જ મહાવિતરણ (વીજળી વિતરણ કંપની)ને આ આદેશ આપ્યો છે. આ સરકાર ખેડૂતોને દરેક રીતે મદદ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

Next Article