Tauktae Cyclone: જાણો ક્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક પહોંચશે ટૌકતે વાવાઝોડું

|

May 14, 2021 | 5:02 PM

Tauktae Cyclone: અરબી સમુદ્રમા સર્જાયેલ લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. ત્યાર બાદ તે ડિપ ડિપ્રેશનમાં અને આખરે વાવાઝોડામાં ફેરવાશે. આ ચક્રવાત મ્યાનમારની દરિયાઈ હદમાંથી સર્જાયુ હોવાને કારણે, મ્યાનમારે વાવાઝોડાનું નામ ટૌકતે રાખ્યુ છે. હવામાન વિભાગ પ્રમાણે મહારાષ્ટ્ર સહિત ગુજરાત, કર્ણાટક, કેરલના સમુ્દ્રી કાઠો ધરાવતા વિસ્તારોમાં આવતીકાલ 15 થી 20 મે વચ્ચે ભારે પવન સાથે મૂશળધાર વરસાદ થશે.

Tauktae Cyclone: જાણો ક્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક પહોંચશે ટૌકતે વાવાઝોડું
સાંકેતિક તસ્વીર

Follow us on

Tauktae Cyclone: અરબી સમુદ્રમા સર્જાયેલ લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. ત્યાર બાદ તે ડિપ ડિપ્રેશનમાં અને આખરે વાવાઝોડામાં ફેરવાશે. આ ચક્રવાત મ્યાનમારની દરિયાઈ હદમાંથી સર્જાયુ હોવાને કારણે, મ્યાનમારે વાવાઝોડાનું નામ ટૌકતે રાખ્યુ છે. હવામાન વિભાગ પ્રમાણે મહારાષ્ટ્ર સહિત ગુજરાત, કર્ણાટક, કેરલના સમુ્દ્રી કાઠો ધરાવતા વિસ્તારોમાં આવતીકાલ 15 થી 20 મે વચ્ચે ભારે પવન સાથે મૂશળધાર વરસાદ થશે.

અરબી સમુદ્રમાં જ બની ચૂકેલ હવાનુ હળવા દબાણ ( Low pressure ) આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે. ત્યાર બાદ, તે ડિપ ડિપ્રેશનમાં ફેરવાતાની સાથે જ વાવાઝોડાની અસર જોવા મળશે. ખાસ કરીને, કેરળ, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠો ધરાવતા વિસ્તારોમાં ભારે તોફાની પવન સાથે વરસાદ વરસવાની સંભાવાન વ્યકત કરવામાં આવી છે.

આ ચક્રવર્તી તોફાનની કારણે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં 15થી17 મે સુધી ક્યાંક ક્યાંક મૂશળધાર તો ક્યાંક ક્યાંક મધ્યમ સ્તરનો વરસાદ થશે. સાથે જ જોરદાર તોફાની પવન ફુંકાશે. આ પહેલા મહારાષ્ટ્ના કોકણ,વિદર્ભ,મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રાના ક્ષેત્રો અને ગામોમાં આજે કેટલીક જગ્યાએ મેઘગર્જના અને વિજળીના કડાકા સાથે ભારે વરસાદ થવાનું અનુમાન છે. મહારાષ્ટ્રાના કોકણ અને મુંબઇના સમુદ્ર કિનારેથી આ તોફાન 18મે સાંજે આગળ નિકળી જશે અને ગુજરાત અને પાકિસ્તાન પહોંચી જશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ ચક્રવર્તી તોફાનના સમયે સમુદ્રમાં ઉંચી-ઉંચી લહેરો ઉઠશે. જોરદાર પવન ફુંકાશે અને કેટલીય જગ્યા પર મૂશળધાર વરસાદ વરસશે. આગામી 5 દિવસ સુધી સમુદ્ર કિનારાના વિસ્તારો પર ચક્વાતનો પ્રભાવ રહેશે. આ ચક્રવાતી તોફાનની ઉત્પતિનું કેન્દ્ર દક્ષિણ પૂર્વી અરબ સાગરમાં છે. 16મેએ તેની અસર સૌથી વધારે હશે. ત્યારબાદ આ તોફાન ઉત્તર પશ્ચિમ તરફ વધશે. મુંબઇમાં આની સૌથી વધારે અસર 17મેએ થશે. ત્યારબાદ આ પશ્ચિમ તરફ આગળ વધતા 18મે સુધી ગુજરાત અને પાકિસ્તાનના સમુદ્ર કિનારાના વિસ્તારો સુધી પહોંચી જશે.

આપને જણાવી દઇએ કોકણ અને મુંબઇના સમુદ્રી વિસ્તારોથી નિકળ્યા ઉપરાંત આ ચક્રવાતથી મુંબઇને કોઇ ખાસ ખતરો નહી હોય. માત્ર મુંબઇ,  થાણે, પાલઘર માત્ર આ ત્રણ જિલ્લામાં મધ્યમ સ્તરના વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. પરંતુ રાયગડ જિલ્લામાં મૂશળધાર વરસાદ થશે. રાયગડ અને કોકણમાં ભારે પવન પણ ફૂંકાશે. સમુદ્રમાં લહેરો પણ ઉઠશે માટે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામા આવી છે.

Published On - 1:35 pm, Fri, 14 May 21

Next Article