મહાવિકાસ અઘાડી સરકારમાં કકળાટ! ‘શિવસેના સાથે થઈ રહ્યો છે અન્યાય’… તાનાજીએ કોંગ્રેસ-NCP પર સાધ્યું નિશાન
શિવસેનાના ધારાસભ્ય અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન તાનાજી સાવંતે દાવો કર્યો છે કે તેમના વરિષ્ઠ નેતાઓમાં એવી ધારણા છે કે તેમના નેતૃત્વમાં સત્તાધારી ગઠબંધનમાં પાર્ટી સાથે પક્ષપાતપુર્ણ વ્યવહાર થઈ રહ્યો છે. નાણાપ્રધાન અજિત પવાર દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના રાજ્યના બજેટમાં આ બાબત જોવા મળે છે.
શિવસેનાના ધારાસભ્ય અને મહારાષ્ટ્રના (Maharashtra) ભૂતપૂર્વ પ્રધાન તાનાજી સાવંતે દાવો કર્યો છે કે તેમના વરિષ્ઠ નેતાઓમાં એવી ધારણા છે કે તેમના નેતૃત્વમાં સત્તાધારી ગઠબંધનમાં પાર્ટી સાથે પક્ષપાતપૂર્ણ વ્યવહાર થઈ રહ્યો છે. નાણાપ્રધાન અજિત પવાર દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના રાજ્યના બજેટમાં આ બાબત જોવા મળે છે. તેમણે કહ્યું કે શિવસેનાના કારણે જ એનસીપી અને કોંગ્રેસ સત્તામાં આવ્યા અને હવે તેઓ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા ભગવા સંગઠન સાથે “અન્યાય” કરી રહ્યા છે, જે નવેમ્બર 2019થી ત્રણ પક્ષોની મહા વિકાસ અઘાડી (MVA) સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે.
‘બજેટની વહેંચણી ત્રણ પક્ષોમાં સમાન નથી’
સાવંતે કહ્યું કે શિવસેનાના તમામ વરિષ્ઠ નેતાઓ એક સમાન વિચારી રહ્યા છે, પછી ભલે તે કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા કે વિદર્ભમાંથી આવતા હોય કે પાર્ટી (શિવસેના) સાથે બેવડા ધોરણો સાથે વ્યવહાર થઈ રહ્યો છે. સાવંતના કહેવા પ્રમાણે ત્રણેય પક્ષો વચ્ચે બજેટની વહેંચણી સમાન નથી થઈ રહી. એનસીપી અને કોંગ્રેસને શિવસેના કરતાં વધુ બજેટ મળી રહ્યું છે. પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે શિવસેનાની સરકાર હોવા છતાં શિવસેનાની અવગણના કરવામાં આવી રહી છે.
બજેટમાંથી આ વાત પણ બહાર આવી છે. બજેટના 57 ટકાથી 60 ટકા NCPને આપવામાં આવ્યા છે. તે જ સમયે કોંગ્રેસને બજેટના 30 ટકાથી 35 ટકા અને શિવસેનાનો હિસ્સો માત્ર 16 ટકા હતો. તેમાંથી 6 ટકા વિવિધ વિભાગોના પગાર પાછળ ખર્ચવામાં આવે છે. વિકાસના કામો માટે માત્ર 10 ટકા જ ફાળવવામાં આવ્યા છે.