સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ સુબ્રમણ્યમ સ્વામીએ બોલીવુડનાં ત્રણ ખાન પર સાધ્યું નિશાન, કહ્યું ત્રણેયની વિદેશમાં રહેલી સંપતિની થવી જોઈએ તપાસ

|

Sep 25, 2020 | 1:59 PM

સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યાનાં મામલે મુંબઈ પોલીસ દરેક પાસા પર તપાસ કરી રહી છે. આ મામલામાં અત્યાર સુધીમાં 33 કરતા વધારે લોકોનાં નિવેદન નોંધી ચુકી છે. હવે આ કેસમાં ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બોલીવુડનાં ત્રણ ખાનની ચુપકીદી પર સવાલ ઉઠાવ્યા છે. સુશાંત સુસાઈડ મામલામાં રૂપા ગાંગુલી, શેખર સુમન સહિતનાં ફેન્સ સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા […]

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ સુબ્રમણ્યમ સ્વામીએ બોલીવુડનાં ત્રણ ખાન પર સાધ્યું નિશાન, કહ્યું ત્રણેયની વિદેશમાં રહેલી સંપતિની થવી જોઈએ તપાસ
http://tv9gujarati.in/sushant-sinh-raj…ar-uthavya-saval/

Follow us on

સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યાનાં મામલે મુંબઈ પોલીસ દરેક પાસા પર તપાસ કરી રહી છે. આ મામલામાં અત્યાર સુધીમાં 33 કરતા વધારે લોકોનાં નિવેદન નોંધી ચુકી છે. હવે આ કેસમાં ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બોલીવુડનાં ત્રણ ખાનની ચુપકીદી પર સવાલ ઉઠાવ્યા છે. સુશાંત સુસાઈડ મામલામાં રૂપા ગાંગુલી, શેખર સુમન સહિતનાં ફેન્સ સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે.

      આ કેસમાં સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું છે કે શું સુશાંત રાજપૂતની કથિત આત્મહત્યા પર બોલીવુડનાં ત્રણ બાહુબલી સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમીર ખાન કેમ ચુપ છે? તેમણે ટ્વીટમાં લખ્યું છે કે આ ત્રણ ખાન દ્વારા ભારત અને વિદેશમાં વિશેષ રૂપે દુબઈમાં બનાવવામાં આવેલી સંપતિની તપાસ થવી જોઈએ કોણે તેમને આ બંગલા અને સંપતિ ગીફ્ટમાં આપી છે, તેમણે તે કઈ રીતે ખરીધ્યો તેની તપાસ ઈડી (ED) આઈ.ટી. (IT) સીબીઆઈ (CBI)ની (SIT) દ્વારા થવી જોઈએ કે તે કાયદાથી પર છે? આ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને માહિતિ આપી હતી કે તેમણે એક વકીલને રોક્યો છે જેમાં તે PIL કે ક્રિમિનલ ફરીયાદ કરી શકે છે. સુશાંતની આત્મહત્યાનાં સંબંધમાં સુબ્રમણ્યમ સ્વામીનાં આ ટ્વીટને તેના ફેન્સ વખાણી રહ્યા છે.

     જણાવી દઈએ કે સુશાંતની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતનાં મોતનાં કારણમાં શ્વાસની સમસ્યા બતાવાઈ હતી. એટલે કે શરીરમાં પુરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળવાનાં કારણે તેમનું મોત નિપજ્યું હતું. જો કે પોલીસ તેના કેસમાં કોઈ કચાશ નથી રાખી રહી. સુશાંતનાં મિત્રો અને પરિવારજનો મુજબ તે છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Published On - 12:35 pm, Sat, 11 July 20

Next Article