Breaking News : સુનેત્ર પવાર NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા, કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ રહેશે

રાષ્ટ્રવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સુનેત્રા પવાર પર આવી છે. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ રહેશે. જ્યારે મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સાંસદ સુનીલ તટકરે પાસે રહેશે. સુનેત્રા પવારના નામની જાહેરાત પ્રફુલ્લ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

Breaking News : સુનેત્ર પવાર NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા, કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ રહેશે
| Edited By: | Updated on: Feb 26, 2026 | 6:30 PM

Sunetra Pawar NCP chief : વિમાન દુર્ઘટનામાં અજિત પવારના અવસાન બાદ, મહારાષ્ટ્ર રાજ્યના રાજકારણે એક અલગ જ વળાંક લીધો છે. અજિતપવારના નિધન બાદ, તેમના પત્નિ સુનેત્ર પવાર દ્વારા નાયબ મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળવામાં આવી હતી. હવે સુનેત્ર પવાર NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે.

મુંબઈ સંમેલનમાં નામ જાહેર

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન 2026 નું આયોજન મુંબઈના વરલીમાં કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં પાર્ટીના તમામ મહત્વપૂર્ણ અને વરિષ્ઠ નેતાઓ તેમજ પાર્ટીના કેટલાક અન્ય નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમયે, સંમેલનમાં સુનેત્રા પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બધા નેતાઓએ સર્વાનુમતે આ પ્રસ્તાવ પર સંમતિ આપી હતી. હવે રાષ્ટ્રવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સુનેત્રા પવાર પર આવી છે. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ રહેશે. જ્યારે મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સાંસદ સુનીલ તટકરે પાસે રહેશે. સુનેત્રા પવારના નામની જાહેરાત પ્રફુલ્લ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

શું સુનેત્રા પવાર બારામતીના ધારાસભ્ય બનશે ?

આ દરમિયાન, અજિતદાદા પાસે રહેલી બે મહત્વપૂર્ણ જવાબદારીઓ હવે સુનેત્રા પવાર ઉપર આવી ગઈ છે. આ સાથે, સુનેત્રા પવાર, બારામતી વિધાનસભા ક્ષેત્રની આગામી પેટાચૂંટણી પણ લડશે. જો આવું થાય, તો અજીત પવારની પિતરાઈ બહેન અને શરદ પવારની દિકરી સાંસદ સુપ્રિયા સુલેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ ચૂંટણી બિનહરીફ થશે. તેથી, ભવિષ્યમાં સુનેત્રા પવાર બારામતીથી ધારાસભ્ય બને તેવી પૂરેપૂરી શક્યતા છે. બીજી તરફ, અજિતદાદા અને સુનેત્રા પવારના મોટા પુત્ર પાર્થ પવારને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. તેઓ મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં સાંસદ બને તેવી શક્યતા છે.

ગર્લફ્રેન્ડ પાછળ લાખોનો ખર્ચ કરનાર હાર્દિકે એક્સ-વાઈફને અને પુત્રને આપી કરોડોની ભેટ, ફેન્સ બોલ્યા- ‘દિલ જીતી લીધું’

Follow Us
Loading...
Unable to load recommendations.