મહારાષ્ટ્ર્ : કોરોના બાદ હવે બર્ડ ફ્લૂનો ખતરો, શાહપુરમાં 100 મરઘીઓના મોત થતા ખળભળાટ

|

Feb 18, 2022 | 1:24 PM

છેલ્લા કેટલાક દિવસોમાં થાણેના શાહપુર તાલુકાના વેહોલીમાં 300 થી વધુ મરઘીઓને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો છે. ત્યારે પશુપાલન વિભાગે તાત્કાલિક એક કિલોમીટરની ત્રિજ્યામાં ઓછામાં ઓછા 15,000 પક્ષીઓને મારવાનું અભિયાન હાલ શરૂ કર્યું છે.

મહારાષ્ટ્ર્ : કોરોના બાદ હવે બર્ડ ફ્લૂનો ખતરો, શાહપુરમાં 100 મરઘીઓના મોત થતા ખળભળાટ
Bird flu in Maharashtra (File Photo)

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રના થાણે જિલ્લાના (Thane District) શાહપુર તાલુકાના વેહોલી ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં (poultry farm)લગભગ 100 મરઘીઓના (Hen) અચાનક મૃત્યુ થતા ખળભળાટ મચી ગયો છે. આટલી મોટી સંખ્યામાં મરઘીઓના આકસ્મિક મૃત્યુ બાદ કલેક્ટર રાજેશ જે. બર્ડ ફ્લૂના ખતરાને ધ્યાનમાં રાખીને નાર્વેકરે તેના સેમ્પલ પુણેની (Pune) લેબમાં મોકલ્યા છે. જિલ્લા પશુપાલન વિભાગને સંક્રમણને નિયંત્રણમાં લેવાના પગલાંની વિગતો આપતાં કલેક્ટર રાજેશ જે. નાર્વેકાએ કહ્યું કે, આગામી થોડા દિવસોમાં અસરગ્રસ્ત પોલ્ટ્રી ફાર્મની એક કિલોમીટરની ત્રિજ્યામાં આવતા લગભગ 25,000 પક્ષીઓને મારી નાખવામાં આવશે. જેથી રોગને ફેલાતો અટકાવી શકાય.

તેમણે જણાવ્યુ હતુ કે, જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા અન્ય પક્ષીઓમાં ચેપ ફેલાતો અટકાવવા પગલાં લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, હાલ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રાલયને બર્ડ ફ્લૂના કેસ વિશે જાણ કરવામાં આવી છે.

થોડા દિવસોમાં 300 થી વધુ મરઘીઓને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં થાણેના શાહપુર તાલુકાના વેહોલીમાં 300થી વધુ મરઘીઓને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો છે. જેને જોતા પશુપાલન વિભાગે તાત્કાલિક એક કિલોમીટરની ત્રિજ્યામાં ઓછામાં ઓછા 25,000 પક્ષીઓનો નાશ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. સાથે જ પશુપાલન વિભાગે નાગરિકોએ અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે તમને જણાવવુ રહ્યુ કે, વેહલોલીની એક સોસાયટીના શેડમાં દેશી મરઘીઓ અચાનક મોત થયા હતા.

માહિતી મળતાં વેટરનરી અધિકારીઓ દ્વારા પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.બાદમાં મરઘીઓના લોહીના નમૂના પુણેના લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં બર્ડ ફ્લૂના લક્ષણો સામે આવ્યા છે.

અફવાઓ પર વિશ્વાસ ન કરવા પશુપાલન વિભાગની અપીલ

ગુરુવારે 70 લોકોની પશુપાલન વિભાગની ટીમ વહાની સ્થિત મુક્તજીવન સોસાયટી પહોંચી હતી.આ દરમિયાન મુક્તજીવન સોસાયટીના શેડમાં મૃત્યુ પામેલી મરઘીઓની તપાસ કરવામાં આવી હતી.જો કે બાજુના શેડમાં ઓછામાં ઓછી 100 મરઘીઓ સલામત હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. હાલ પશુપાલન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારથી એક કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાંથી પક્ષીઓ અને ઈંડાને નાબૂદ કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે.

 

આ પણ વાંચો : સૌથી મોટા લોન કૌભાંડમાં ABG શિપયાર્ડના ભૂતપૂર્વ ચેરમેનની CBI દ્વારા પૂછપરછ: સૂત્રો

Next Article