Maharashtra : કર્ણાટકની જીત પર પેંડા વેચનારાઓ મહારાષ્ટ્રના ગદ્દાર: સંજય રાઉત

|

Sep 06, 2021 | 10:37 PM

સંજય રાઉતે કહ્યું કે બેલગામને કર્ણાટકથી મહારાષ્ટ્રમાં લાવવા માટે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. બાલાસાહેબ જેલમાં પણ ગયા હતા. અને તમે એ જ બેલગામમાં મરાઠીઓની હાર પર પેડા વહેંચી રહ્યા છો? તમને શરમ નથી આવતી? '

Maharashtra : કર્ણાટકની જીત પર પેંડા વેચનારાઓ મહારાષ્ટ્રના ગદ્દાર: સંજય રાઉત
બેલગામમા ભાજપની જીત પર સંજય રાઉત ભડક્યા

Follow us on

Maharashtra : સોમવારે કર્ણાટકની બેલગામ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (Belgaum Corporation Election Result, Karnataka) ના પરિણામો આવ્યા. આ ચૂંટણીમાં ભાજપ (BJP) ને બહુમતી મળી છે. જ્યારે મહારાષ્ટ્ર એકીકરણ સમિતિને (Maharashtra Ekikaran Samiti) માત્ર 3 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

આ અંગે શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ઉજવણી કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું, ‘તમને શરમ નથી આવતી? મહારાષ્ટ્ર એકીકરણ સમિતિની હારની ઉજવણી? શું તમે બેલગામમાં મરાઠીઓની હાર પર પેંડા વહેંચી રહ્યા છો? લોકોએ મહારાષ્ટ્રના ઇતિહાસમાં આવા દેશદ્રોહી જોયા નહી હોય.

તેના પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે (Chandrakant Patil, BJP) વળતો પ્રહાર કર્યો છે. ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, ‘ચૂંટણીમાં પરિણામ તેમની તરફેણમાં આવે ત્યારે ઈવીએમ (EVM) સારા હોય છે અને જ્યારે પરિણામો તરફેણમાં ન હોય ત્યારે તેઓને ઈવીએમ (EVM) માં કૌભાંડ દેખાય છે. આ તેમનો સ્વભાવ છે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તમને જણાવી દઈએ કે બેલગામ કર્ણાટકનો તે વિસ્તાર છે જે મહારાષ્ટ્રની સરહદમાં આવે છે. મરાઠી ભાષી લોકો ત્યાં મોટી સંખ્યામાં છે. ત્યાં મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ બેલગામને મહારાષ્ટ્ર સાથે જોડવાની તરફેણમાં છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેનો આ સરહદી વિવાદ ઘણો જૂનો છે. શિવસેના સતત મહારાષ્ટ્ર એકીકરણ સમિતિને પોતાનો ટેકો આપી રહી છે.

બેલગામ એક ઝાંકી છે, મુંબઈ હજુ બાકી છે

આ પ્રસંગે, જ્યારે મીડિયાએ તેમને પૂછ્યું કે આ વાક્ય સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યું છે કે ‘બેલગામ ઝાંકી છે, મુંબઈ હજુ બાકી છે’, આ અંગે શું કહેવું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે આ સવાલ પર કહ્યું, ‘બેલગામ ઝાંખી છે કે નહીં એ ખબર નથી, પરંતુ મુંબઈ બાકી છે, તે પાક્કુ છે. હૈદરાબાદની ચૂંટણી સમયે પણ અમે 1-2 કોર્પોરેટરોના આંકડાને (Corporator) 51 પર લઈ ગયા. એ જ રીતે અમે મુંબઈમાં પણ લડીશું.

શિવસેના સાંસદ સંજય રાઉતે શું કહ્યું?

સંજય રાઉતે કહ્યું હતું કે બેલગામ ચૂંટણી પરિણામ આઘાતજનક છે. મહારાષ્ટ્ર એકીકરણ સમિતિએ ઓછામાં ઓછી 22 થી 23 બેઠકો જીતવી જોઈએ. પરંતુ તે ન થયું. 36 બેઠકો લઈને ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે.

સંજય રાઉતે કહ્યું હતું કે, ‘બેલગામને મહારાષ્ટ્ર લાવવા માટે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. બાલાસાહેબ જેલમાં ગયા. અને તમે એ જ બેલગામમાં મરાઠીઓની હાર પર પેડા વહેંચી રહ્યા છો? તમને શરમ નથી આવતી? પેડાની ઉજવણી અને વિતરણ કરતી વખતે તમને મરાઠી હોવાની શરમ આવવી જોઈએ. તેમણે બેલગામમાં મહારાષ્ટ્ર એકતા સમિતિની હારથી ખુશ થયેલા લોકોને મહારાષ્ટ્રના ગદ્દાર કહ્યા.

Next Article