Serum Institute Fire: CEO અદાર પુનાવાલાએ મૃતકોને 25 લાખની સહાયની કરી જાહેરાત

|

Jan 21, 2021 | 11:34 PM

દેશને કોરોના વેક્સિન આપવાવાળા પુનાના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute Of India)ના એક પ્લાન્ટમાં ગુરુવારે આગ લાગી હતી.

Serum Institute Fire: CEO અદાર પુનાવાલાએ મૃતકોને 25 લાખની સહાયની કરી જાહેરાત

Follow us on

દેશને કોરોના વેક્સિન આપવાવાળા પુનાના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute Of India)ના એક પ્લાન્ટમાં ગુરુવારે આગ લાગી હતી. સિરમ ઈન્સ્ટિટ્યૂટના માનંજરી પરિસરને એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનામાં પાંચ શ્રમિકોના મૃત્યુ થયા છે. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી, સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગની આ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પુનાવાલાએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. એમણે આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિજનોને રૂ.25 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

 

 

કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા શ્રમિકો મૃત્યુ પામ્યા

મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે બિલ્ડિંગ નિર્માણ દરમિયાન વેલ્ડિંગના તણખલાથી આગ લાગી છે. આ આગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા શ્રમિકો મૃત્યુ પામ્યા છે. જેમાં યુપીના બે, પુનાના બે અને બિહારના એક શ્રમિકનો સમાવેશ થાય છે.

 

અદાર પુનાવાલાએ 25 લાખની સહાયની કરી જાહેરાત

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પુનાવાલાએ આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિજનોને રૂ.25 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. એક ટ્વીટમાં એમણે લખ્યું, “આજે ભારતની સીરમ સંસ્થામાં અમારા બધા માટે એક અત્યંત દુ:ખદ દિવસ છે. મંજરી પરિસરમાં લાગેલી આગની આ ઘટનામાં જાનમાલનું નુકસાન થયું છે, અમે ખૂબ દુઃખી છીએ અને દિવંગતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ ઘટના અંગે નક્કી કરેલા માનદંડો ઉપરાંત રૂ.25 લાખનું વળતર આપીશું. અમે આ સંકટના સમયે ચિંતા અને પ્રાર્થના કરનારા તમામ પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ.

 

આ પણ વાંચો: ભુજમાં 10 ગામોને જોડતા બિસ્માર રોડથી લોકોમાં આક્રોશ, રિપેર કરવા ઉગ્ર માંગ

Next Article