મુકેશ અંબાણીના Antilia ની બહાર ફરીથી સુરક્ષા વધારાઇ, 2 સંદિગ્ધ લોકોના કારણે પોલીસ તંત્ર હરકતમાં

|

Nov 09, 2021 | 8:52 AM

અગાઉ 25 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો કાર પાર્ક કરેલી મળી આવી હતી. તે કારમાંથી જિલેટીનની સ્ટીક્સ મળી આવી હતી.

મુકેશ અંબાણીના Antilia ની બહાર ફરીથી સુરક્ષા વધારાઇ, 2 સંદિગ્ધ લોકોના કારણે પોલીસ તંત્ર હરકતમાં
Security beefed up outside Mukesh Ambani's house

Follow us on

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર બે શંકાસ્પદ લોકો દેખાયા છે. ટેક્સી ડ્રાઈવર દ્વારા મુંબઈ પોલીસને કોલ આવ્યા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસે ટેક્સી ડ્રાઈવરનું નિવેદન નોંધી લીધુ છે. આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ટેક્સી ડ્રાઈવરનું નિવેદન નોંધવામાં આવ્યુ છે. મુંબઈ પોલીસને આ અંગે ટેક્સી ડ્રાઈવરનો ફોન આવ્યો હતો. ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું હતુ કે બે લોકો બેગ લઈને મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાનું સરનામું પૂછી રહ્યા હતા.

આ પછી ટેક્સી ડ્રાઈવરે તરત જ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને જાણ કરી. મામલાની ગંભીરતાને સમજીને મુંબઈ પોલીસે એન્ટિલિયાની સુરક્ષા વધારી દીધી હતી. આસપાસના વિસ્તારની નાકાબંધી પણ કરવામાં આવી છે. ડીસીપી સ્તરના અધિકારીઓ મામલાની તપાસ કરી રહ્યા છે.

મુંબઈ પોલીસે આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં ટેક્સી ડ્રાઈવરનું નિવેદન નોંધી લીધુ. એન્ટિલિયા નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસે હાલમાં એન્ટિલિયાની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. વધારાના પોલીસકર્મીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. આ સ્થિતિમાં ફરી એકવાર તેના ઘરની આસપાસ શંકાસ્પદ લોકોની નોંધ ગંભીર ચિંતાનો વિષય છે. અગાઉ 25 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો કાર પાર્ક કરેલી મળી આવી હતી. તે કારમાંથી જિલેટીનની સ્ટીક્સ મળી આવી હતી.

થોડા દિવસો પછી, તે કારના માલિક મનસુખ હિરને માર્યો ગયો હતો. હત્યાના આરોપમાં પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં, બરતરફ કરાયેલ આ અધિકારી વસૂલાતના કેસમાં મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે. હાલમાં એનઆઈએ એન્ટિલિયા વિસ્ફોટક કેસની તપાસ કરી રહી છે. ફરી એકવાર જ્યારે એક ટેક્સી ડ્રાઈવરે મુકેશ અંબાણીના ઘરની સુરક્ષાને લઈને મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો ત્યારે મુંબઈ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ અને મામલાની ગંભીરતાને જોતા મુકેશ અંબાણીના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી.

 

આ પણ વાંચો –

Viral Video : કોશિશ કરનારા લોકોની ક્યારે પણ હાર થતી નથી, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો બાળકીનો વિડીયો

આ પણ વાંચો – Share Market : શેરબજારના રોકાણકારો માટે અગત્યના સમાચાર, 25 ફેબ્રુઆરીથી લાગુ પડી રહ્યો છે મોટો ફેરફાર, જાણો વિગતવાર

આ પણ વાંચો – Corona Vaccine : ભારતીયો માટે ખુશખબર, WHO બાદ હવે બ્રિટને પણ Covaxin ને આપી માન્યતા

Next Article