મહારાષ્ટ્ર ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવા પર સંજય રાઉતે સવાલ ઉઠાવ્યા, કહ્યું- કોર્ટમાંથી માત્ર એક જ પક્ષને કેવી રીતે રાહત મળી શકે?

|

Jan 28, 2022 | 5:07 PM

સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ દ્વારા ભાજપના 12 ધારાસભ્યોના સસ્પેન્શનને રદ કરી દીધું છે. તેનાથી મહારાષ્ટ્ર સરકારને મોટો ફટકો પડ્યો છે. આ નિર્ણયને આવકારતા ભાજપે ઠાકરે સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે.

મહારાષ્ટ્ર ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવા પર સંજય રાઉતે સવાલ ઉઠાવ્યા, કહ્યું- કોર્ટમાંથી માત્ર એક જ પક્ષને કેવી રીતે રાહત મળી શકે?
Sanjay Raut - Shiv Sena (Photo - PTI)

Follow us on

સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ દ્વારા ભાજપના 12 ધારાસભ્યોના સસ્પેન્શનને રદ કરી દીધું છે. તેનાથી મહારાષ્ટ્ર સરકારને મોટો ફટકો પડ્યો છે. આ નિર્ણયને આવકારતા ભાજપે ઠાકરે સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ઠાકરે સરકારને 12 ધારાસભ્યોની માફી માંગવા કહ્યું છે. દરમિયાન શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે (Sanjay Raut) સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે કોર્ટમાંથી માત્ર એક જ પક્ષને કેવી રીતે રાહત મળી શકે? અમને કોર્ટમાંથી આવી રાહત કેમ નથી મળતી?

સંજય રાઉતે કહ્યું, ‘રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ અત્યાર સુધી 12 ધારાસભ્યોની યાદી દબાવી રાખી છે. શું આ બંધારણનું ઉલ્લંઘન નથી? તેના પર કોર્ટ કેમ કંઈ બોલતી નથી?’ સંજય રાઉત દ્વારા ઉઠાવવામાં આવેલા આ સવાલ પર તમામની નજર બીજેપીના જવાબ પર છે.

મને ખબર નથી કે SCનો નિર્ણય સ્પીકરને બંધનકર્તા છે કે નહીં

સંજય રાઉતે પત્રકારો સાથે વાત કરતા આગળ કહ્યું, ‘આ અંગે માત્ર વિધાનસભાના સ્પીકર જ યોગ્ય જવાબ આપી શકે છે. જો વિધાનસભાના અધ્યક્ષ કોઈ નિર્ણય લે છે, તો મને ખબર નથી કે કોર્ટનો નિર્ણય તેના માટે બંધનકર્તા છે કે કેમ. પરંતુ મને નથી લાગતું કે તે બંધનકર્તા છે. મારી જાણકારી મુજબ, વિધાનસભા અને લોકસભાના અધ્યક્ષોને તેમના અધિકારો અને સત્તાઓની બાબતમાં સ્વાયત્તતા અને સ્વતંત્રતા છે અને તેઓ તે સત્તાઓ અનુસાર તેમના નિર્ણયો લે છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસને આ જવાબ આપ્યો

કોર્ટના નિર્ણય બાદ દેવેન્દ્ર ફડણવીસે સત્યમેવ જયતે કહીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનો આરોપ છે કે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનું ષડયંત્રના ભાગરૂપે જાણી જોઈને કરવામાં આવ્યું હતું જેથી કરીને વિધાનસભામાં ભાજપની સંખ્યા ઘટી શકે. તેના પર સંજય રાઉતે કહ્યું, સત્યમેવ જયતેનો સાચો અર્થ પહેલા જાણો. ચાલો પહેલા જોઈએ કે મહારાષ્ટ્ર અને દિલ્હીના રાજભવનમાં સત્યની કેવી મજાક ઉડાવવામાં આવે છે. પછી સત્યમેવ જયતે વિશે વાત કરો.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે પણ ફડણવીસના આરોપને નકારી કાઢ્યો છે કે ધારાસભ્યોનું સસ્પેન્શન સુનિશ્ચિત કાવતરું હેઠળ કરવામાં આવ્યું હતું. તેમણે તેને સંજોગોના આધારે ગૃહમાં લેવાયેલ નિર્ણય ગણાવ્યો છે.

 

આ પણ વાંચો : મોલમાં મળશે વાઈન : મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ BJP આકરા પાણીએ, સંજય રાઉતે આપ્યો આ જવાબ

આ પણ વાંચો : મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને આપ્યો ઝટકો, ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન કરાયુ રદ

Next Article