Maharashtra: સંજય રાઉતે કરી જાહેરાત, કહ્યુ- મહારાષ્ટ્રમાં આજે ખૂબ જ ક્રાંતિકારી ઘોષણા થશે

|

Jan 23, 2023 | 12:42 PM

સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે ગેટવે ઓફ ઈન્ડિયા પાસે સોમવારે પાર્ટીના સંસ્થાપકની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપશે અને સાંજે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધશે. શિવસેનાના નેતાએ કહ્યું કે, આ દિવસ આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Maharashtra: સંજય રાઉતે કરી જાહેરાત, કહ્યુ- મહારાષ્ટ્રમાં આજે ખૂબ જ ક્રાંતિકારી ઘોષણા થશે
Sanjay Raut
Image Credit source: File Image

Follow us on

શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને વંચિત બહુજન અઘાડી વચ્ચે ગઠબંધન લગભગ નિશ્ચિત છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે કેટલાક આવા જ સંકેત આપ્યા છે. સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં આજે ખૂબ જ ક્રાંતિકારી જાહેરાત થશે. આજે પ્રકાશ આંબેડકર અને ઉદ્ધવ ઠાકરેની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાવા જઈ રહી છે, જેમાં બંને પક્ષના નેતાઓ મહત્વની જાહેરાત કરશે.

શિવસેના-વંચિત બહુજન અઘાડી ગઠબંધનની જાહેરાત કરી શકે છે

સંજય રાઉતે કહ્યું છે કે બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત આજે કરવામાં આવશે. આ પહેલા શિવસેનાના નેતા સુભાષ દેસાઈએ કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતિ પર શિવસેના-વંચિત બહુજન અઘાડી ગઠબંધનની જાહેરાત કરી શકે છે. વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે કહ્યું કે શિવસેના અને અમારી વચ્ચે ગઠબંધનને લઈને વાતચીત થઈ છે. આંબેડકરે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને લાગે છે કે તેઓએ સાથે આવવું જોઈએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

આ પણ વાંચો : ‘આજે રામ સેતુને નકારી રહ્યા છે, કાલે રામના અસ્તિત્વનો ઇનકાર કરશે ?’ સંજય રાઉતનો ભાજપને સવાલ

ઉદ્ધવ ઠાકરે કાર્યકર્તાઓને સંબોધશે

સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સોમવારે શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેની 97મી જન્મજયંતિ પર પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે ગેટવે ઓફ ઈન્ડિયા પાસે સોમવારે પાર્ટીના સંસ્થાપકની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપશે અને સાંજે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધશે. શિવસેનાના નેતાએ કહ્યું કે, આ દિવસ આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જેની પાસે લોકોનું સમર્થન હોય તે વડાપ્રધાન બની શકે છેઃ સંજય રાઉત

કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ લેવા જમ્મુ જવા અંગે રાજ્યસભાના સભ્ય રાઉતે કહ્યું કે, આ એક બિનરાજકીય આંદોલન છે, જેને સમર્થન મળી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી યાત્રાથી ડરે છે અને તેથી તેની ટીકા કરી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાઉતે કહ્યું કે લોકશાહીમાં લોકોની ઈચ્છા સર્વોચ્ચ હોય છે. તેમણે કહ્યું કે, જેને લોકોનું સમર્થન હોય તે વડાપ્રધાન બની શકે છે.

Published On - 12:42 pm, Mon, 23 January 23

Next Article