ભાજપ સાંસદે ફરી ઉચ્ચારી ચેતવણી, કહ્યું – રાજ ઠાકરે હવે માફી માંગે તો પણ અયોધ્યા નહીં આવી શકે, સમય જતો રહ્યો

|

May 09, 2022 | 7:48 PM

જે સમય આપવામાં આવ્યો હતો તે હવે પુરો થઈ ગયો છે. હવે માફી માંગ્યા બાદ પણ રાજ ઠાકરેએ (Raj Thackeray) તારીખ બદલવી પડશે. તેઓ 5મીએ અયોધ્યા આવી શકશે નહીં. બ્રિજ ભૂષણ શરણ સિંહે અમારી પાર્ટનર ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં આ ચેતવણી આપી હતી.

ભાજપ સાંસદે ફરી ઉચ્ચારી ચેતવણી, કહ્યું - રાજ ઠાકરે હવે માફી માંગે તો પણ અયોધ્યા નહીં આવી શકે, સમય જતો રહ્યો
Brij Bhushan Saran Singh, Raj Thackeray & Abu Azmi

Follow us on

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના 5 જૂને થનારા અયોધ્યા પ્રવાસને (Raj Thackeray Ayodhya Visit) લઈને મુશ્કેલીઓ વધી રહી છે. ઉત્તર પ્રદેશના કૈસરગંજના ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ સરન (Brij Bhushan Saran Singh BJP) સિંહે હવે નવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાજ ઠાકરેને ઉત્તર ભારતીયોની માફી માંગવા માટે આપવામાં આવેલો સમય હવે પૂરો થઈ ગયો છે. રાજ ઠાકરેએ હવે તારીખ બદલવી પડશે. ઉત્તર ભારતીયોએ હવે અયોધ્યાની આસપાસ છાવણી બનાવી લીધી છે. તેઓ 5મીએ રાજ ઠાકરેને કોઈપણ શરતમાં અયોધ્યામાં ઉતરવા નહીં દે. બ્રિજભૂષણ શરણ સિંહને હવે મહારાષ્ટ્રમાંથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીનું (Abu Azmi SP MLA) સમર્થન પણ મળી ગયું છે.

અબુ આઝમીએ બ્રિજભૂષણ શરણ સિંહને ફોન કરીને સમર્થન આપ્યું અને કહ્યું કે તેઓ સારું કામ કરી રહ્યા છે. તેઓ તેમના આ કાર્ય માટે તેમનો સંપૂર્ણ સહયોગ આપે છે. બ્રિજભૂષણ શરણ સિંહે ગુરુવારે કહ્યું હતું કે જો રાજ ઠાકરે અયોધ્યા આવવા ઈચ્છે છે તો તેમની પાસે બે જ રસ્તા છે. કાં તો તેઓ કહે છે કે થોડા વર્ષો પહેલા ઉત્તર ભારતીયો પર થયેલા હુમલામાં તેમનો કોઈ હાથ નથી અથવા તેઓએ આ કૃત્ય માટે માફી માંગવી જોઈએ અને કહેવું જોઈએ કે આવું ફરીથી નહીં થાય. આમ કર્યા પછી જ તેઓ અયોધ્યામાં પગ મુકી શકશે. નહિંતર, તેઓ જહાજમાં ચડી તો જશે પરંતુ અયોધ્યા ઉતરી શકશે નહીં.

આ પછી તેમણે રવિવારે અને આજે (9 મે, સોમવાર) અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથેની એક એક્સક્લુઝીવ વાતચીતમાં એ જ વાતનું પુનરાવર્તન કર્યું, તેમણે ત્યાં સુધી કહ્યું કે માફી માંગવાનો સમય જતો રહ્યો છે. હવે જો રાજ માફી માંગે તો પણ તેમને 5મીએ અયોધ્યામાં ઉતરવા દેવામાં આવશે નહીં.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં, બ્રિજભૂષણ શરણ સિંહ-રાજ ઠાકરેએ હવે તારીખ બદલવી પડશે

‘કાલે સંતોની સભા થશે, 50 હજાર લોકો હશે એક સાથે, રાજ ઠાકરેનો વિરોધ ચાલુ રહેશે’

સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે TV9 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું ‘કાલે અયોધ્યામાં સંતો-મહંતોની બેઠક છે. સાથે જ અહીં પચાસ હજાર લોકો એકઠા થશે. સંતોનું પણ માનવું છે કે જ્યાં સુધી રાજ ઠાકરે ઉત્તર ભારતીયોની માફી નહીં માંગે ત્યાં સુધી તેમને અયોધ્યા આવવા દેવામાં આવશે નહીં. હવે તેઓ ઓછામાં ઓછી 5 તારીખે તો અયોધ્યા નહીં જ આવી શકે. અમને મહારાષ્ટ્રમાંથી મુસ્લિમ અને મરાઠા સમુદાયના ઘણા લોકોના ફોન આવી રહ્યા છે અને તેઓ અમને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.

Next Article