Maharashtra Rain: રાજ્યમાં બારે મેઘ ખાંગા, અત્યાર સુધીમાં 99 લોકોના મોત, આ શહેરો માટે આજનો દિવસ ‘ભારે’

|

Jul 15, 2022 | 2:56 PM

IMDએ મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, નાસિક, કોલ્હાપુર, અકોલા, અમરાવતી, બુલઢાણા, ચંદ્રપુર, ગઢચિરોલી, ગોંદિયા, નાગપુર, વર્ધા, વાશિમ અને યવતમાલ જિલ્લાઓ માટે યલો એલર્ટ (Alert) જાહેર કર્યું છે.

Maharashtra Rain: રાજ્યમાં બારે મેઘ ખાંગા, અત્યાર સુધીમાં 99 લોકોના મોત, આ શહેરો માટે આજનો દિવસ ભારે
Heavy rain in Maharashtra

Follow us on

Maharashtra Rain Update: મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે ભારતીય હવામાન વિભાગ (IMD)એ પાલઘર, પૂણે, સતારા અને મુંબઈ સહિત અન્ય ઘણા વિસ્તારો માટે એલર્ટ (Alert) જાહેર કર્યું છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે ઘણા એવા જિલ્લા છે, જ્યાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ(heavy Rain) અને પૂરના કારણે અત્યાર સુધીમાં 99 લોકોના મોત થયા છે. જ્યારે 181 પશુઓએ પણ જીવ ગુમાવ્યા છે. માહિતી મુજબ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 7,963 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યભરમાં વરસાદને કારણે 14 NDRF ટીમો અને 6 SDRF ટીમો ખડેપગે છે.

અવિરત વરસાદને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ

ઉલ્લેખનીય છે કે અવિરત વરસાદને પગલે ભારતીય હવામાન વિભાગે (Indian Metrological department) પાલઘર, પૂણે અને સતારા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, નાસિક, કોલ્હાપુર, અકોલા, અમરાવતી, બુલઢાણા, ચંદ્રપુર, ગઢચિરોલી, ગોંદિયા, નાગપુર, વર્ધા, વાશિમ અને યવતમાલ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

મુંબઈમાં આજે પણ વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર મુંબઈવાસીઓને (Mumbai) હાલ વરસાદથી કોઈ રાહત નહીં મળે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 45થી 55 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.

મેઘરાજાની અવિરત સવારીને પગલે સ્થિતિ વણસી

પૂણે જિલ્લાના ઈન્દાપુર, બારામતી, દાઉન્ડ, શિરુર અને પુરંદર તાલુકાઓ સિવાય વરસાદ (Rain Forecast) અને પૂરને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ય તમામ તાલુકાઓની શાળાઓ 14થી 16 જુલાઈ સુધી બંધ રહેશે. ઉપરાંત નવી મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, પનવેલ જેવા વિસ્તારોમાં શિક્ષણ વિભાગ દ્વારા ગુરુવારે (14 જુલાઈ) માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ 17 જુલાઈ સુધી જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી વિવિધ વિસ્તારોના પ્રવાસન સ્થળોએ કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ રીતે કિલ્લાઓ, ડેમ, તળાવો, ઝરણાઓમાં લોકોની અવરજવર પર નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

Next Article