મુંબઈમાં મુશળધાર વરસાદ, હવામાન વિભાગે લોકોને ઘરમાં જ રહેવા કરી અપીલ

|

Sep 25, 2020 | 7:26 PM

મુંબઈમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને ભારે વરસાદના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કલાકો સુધી મુંબઈના વિવિધ વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો હતો. જો કે આ પહેલાં જ હવામાન વિભાગે શુક્રવાર અને શનિવારના રોજ ભારે વરસાદની આગાહી આપી હતી. આટલું જ નહીં પણ ભારે વરસાદની સંભાવના હોવાથી લોકોને ઘરમાં જ રહેવા માટે […]

મુંબઈમાં મુશળધાર વરસાદ, હવામાન વિભાગે લોકોને ઘરમાં જ રહેવા કરી અપીલ
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

મુંબઈમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને ભારે વરસાદના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કલાકો સુધી મુંબઈના વિવિધ વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો હતો. જો કે આ પહેલાં જ હવામાન વિભાગે શુક્રવાર અને શનિવારના રોજ ભારે વરસાદની આગાહી આપી હતી. આટલું જ નહીં પણ ભારે વરસાદની સંભાવના હોવાથી લોકોને ઘરમાં જ રહેવા માટે મુંબઈ પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :  દેશમાં કોરોના વાઈરસના સંક્રમણને લઈને રાહતના સમાચાર, 60 ટકાથી વધુ દર્દી થયા સ્વસ્થ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે શુક્રવારના બદલે ગુરુવારની રાત્રે જ મુંબઈમાં ભારે વરસાદનું આગમન થયું હતું. શુક્રવારના રોજ સવારથી ભારે વરસાદે મુંબઈ શહેરના બાનમાં લીધું હતું. શહેરના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદના લીધે પાણી પણ ભરાઈ ગયા હતા. અહેવાલ મુજબ મુંબઈના હિંદમાતા, સાયન અને કૂર્લા વિસ્તારમાં ભારે વરસાદના લીધે પાણી ભરાઈ ગયા હતા.

હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી જ હતી. આ સિવાય લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. ગુરુવારના રોજ હવામાન વિભાગે મુંબઈમાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. ઉપરાંત આશંકા વ્યક્ત કરી હતી કે જૂની ઈમારતોને ભારે વરસાદના લીધે નુકસાન પહોંચી શકે છે. જો કે શુક્રવારના રોજ સવારે જ પાણી ભરાઈ ગયું હોવાથી લોકોને ટ્રાકિફજામનો સામનો કરવો પડ્યો હતો.

 

Published On - 2:27 pm, Fri, 3 July 20

Next Article