Corona Update : પુણે શહેરવાસીઓ માટે રાહતના સમાચાર ! આઠ મહિના બાદ શહેરમાં કોરોનાથી એક પણ મોત નહિ

|

Oct 21, 2021 | 11:42 AM

પુણેના મેયર મુરલીધર મોહોલએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, "બુધવારે પુણેમાં એક પણ કોરોના સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી. 6 ફેબ્રુઆરી, 2021 બાદ આ પહેલી રાહત છે."

Corona Update : પુણે શહેરવાસીઓ માટે રાહતના સમાચાર ! આઠ મહિના બાદ શહેરમાં કોરોનાથી એક પણ મોત નહિ
Corona In Pune

Follow us on

Corona In Pune : કોરોનાની બીજી લહેર બાદ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણમાં (Covid 19) ક્રમશ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ ક્રમશ કોરોના સંક્રમણ ઘટતુ જોવા મળ્યુ છે.મળતા અહેવાલ અનુસાર 20 ઓક્ટોબરના રોજ પૂના શહેરમાં (Pune City) કોરોનાને કારણે એક પણ દર્દીનું નિધન થયુ નથી. જેથી શહેરવાસીઓને મોટી રાહત મળી છે. જે કોરોના સમયગાળા દરમિયાન એક સમયે હોટ સ્પોટ ગણાતા પુણે શહેરમાં કોરોના સંક્રમણ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. લગભગ આઠ મહિના બાદ એવું થયું કે કોરોનાને કારણે સમગ્ર પુણે શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. ઉલ્લેખનીય છે કે, પુણે શહેરના મેયર મુરલીધર મોહોલએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

કોરોના સંક્રમણ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

મુરલીધર મોહોલએ લખ્યું છે કે, “બુધવારે પુણેમાં એક પણ કોરોના સંક્રમિત વ્યક્તિનુ મૃત્યુ થયુ નથી. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના ચેપને નિયંત્રિત કરવામાં તેમજ કોરોનાને કારણે મૃત્યુની સંખ્યા પણ નિયંત્રિત કરવામાં સફળતા મળી છે. 20 ઓક્ટોબરના રોજ મ્યુનિસિપલ વિસ્તારમાં (Pune Municipal Corporation) એક પણ કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું નથી. 6 ફેબ્રુઆરી 2021 પછી પહેલી વખત આ રાહત મળી છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યુ છે

રાજ્યમાં કોરોના સંક્રમણની બીજી લહેર બાદ (Corona Second Wave) કોરોના સંક્રમણ સતત ઘટતુ જોવા મળી રહ્યુ છે. દરરોજ કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે. તેની સરખામણીમાં, કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે. કોરોના સંક્રમિતોનો મૃત્યુઆંક પણ સતત ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં, બુધવારે પુણેમાં કોરોનાને કારણે એક પણ મોત ન નોંધતા શહેરવાસીઓએ રાહતનો શ્વવાસ લીધો છે.

મુંબઈગરાઓને પણ રાહત

કોરોના રોગચાળો ફાટી નીકળ્યા બાદ રવિવારે, મુંબઈમાં (Mumbai) પ્રથમ વખત એવું બન્યું કે એક પણ કોરોના દર્દીનું મૃત્યુ નોંધાયું ન હતું. મુંબઈ બાદ હવે પુણેથી પણ આવા જ રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેરમાં આ બે શહેરોમાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણ જોવા મળ્યુ હતુ,ત્યારે હાલ કોરોના સંક્રમણ ઘટતા લોકોએ રાહત અનુભવી છે.

 

આ પણ વાંચો: ભારતી સિંહ પાસે 86 ગ્રામ ડ્રગ્સ મળ્યુ હતુ, તેમ છતાં મળ્યા હતા જામીન, આર્યન ખાન પાસેથી કંઈ મળ્યુ નથી તેમ છતાં આર્થર રોડ જેલમાં? આખરે શા માટે?

આ પણ વાંચો: Mumbai Police Band : મુંબઇ પોલીસના જવાનોએ મેરે સપનો કી રાની સોન્ગ કર્યુ રિક્રિએટ, વીડિયો થયો વાયરલ

Next Article