Narayan Rane Arrest: જાણો ભારતમાં કોઈ પણ મંત્રીની ધરપકડ કરવા માટે શું પ્રક્રિયા હોય છે

|

Aug 24, 2021 | 7:39 PM

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ આપેલા નિવેદન બાદ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી છે. અને રાજકારણ પણ ગરમાયું છે ત્યારે કોઈ પણ મંત્રીની ધરપકડ કરવા માટેની પ્રક્રિયા વિશે જાણીએ

Narayan Rane Arrest: જાણો ભારતમાં કોઈ પણ મંત્રીની ધરપકડ કરવા માટે શું પ્રક્રિયા હોય છે
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (ફાઈલ ઈમેજ)

Follow us on

Narayan Rane Arrest: મહારાષ્ટ્રમાં ભાજપની જન આશીર્વાદ (BJP Jan Ashirvad yatra) યાત્રા શરૂ થઈ છે. ત્યારથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મુખ્યમંત્રીને (Cm Udhdhav Thakrey) થપ્પડ મારવા સુધીનું વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ રાજકારણમાં (Maharashtra Politics) ધમાલ મચી જવા પામી છે. તેમજ આ નિવેદન બાદ નારાયણ રાણેની ધરપકડ પણ કરાય છે ત્યારે દરેકના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે એક મંત્રીની ધરપકડ કરવા માટે કોઈ વિશેષ કાર્યવાહી કરવાની જરૂર હોય છે  કે કેમ ?

ભારત એક લોકશાહી દેશ છે જેમા દરેક વ્યક્તિને સમાન દ્રષ્ટીથી જોવામાં આવે છે. દરેકને સમાન અધિકારો આપવામાં આવ્યા છે તેમજ અપરાધ માટે સમાન દંડ પણ લાગુ પડે છે. તેમ છતાં દેશનું સંચાલન સુચારૂ રીતે થઈ શકે અને દેશની કોઈ મહત્વની કાર્યવાહી ખોરવાય નહી તે માટે ચુંટાયેલા સભ્યોને કેટલાંક વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આવો જાણીએ નારાયણ રાણેના કેસને આ વિશેષ અધિકારોની દ્રષ્ટીએ.

નારાયણ રાણેનો કેસ અને વિશેષ અધિકારો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ભારતના બંધારણ (Constitution of India) માં કેન્દ્રીય મંત્રી અથવા સંસદસભ્ય તેમજ ધારાસભ્યોને અમુક વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારો હેઠળ કેટલીક વિશેષ સત્તાઓ આ સભ્યોને મળે છે.

જો સંસદનું સત્ર ચાલું ન હોય તો પોલીસ અથવા અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ કેન્દ્રીય કેબિનેટ મંત્રી (Cabinet minister) ની ફોજદારી કેસમાં ધરપકડ કરી શકે છે. હાલના નારાયણ રાણેના કેસની વાત કરીએ તો આ કેસમાં રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને જાણ કરવાની એકમાત્ર આવશ્યકતા રહેલી છે.

રાજ્યસભાના કાર્યપદ્ધતિ અને આચરણના નિયમોની કલમ 22A હેઠળ, પોલીસ કે ધરપકડના આદેશ જાહેર કરનારા ન્યાયાધીશે રાજ્યસભાના અધ્યક્ષને ધરપકડના કારણ અને સ્થળ વિશે જાણ કરવી જરૂરી છે. અધ્યક્ષ તેને રાજ્યસભાના બુલેટિનમાં પ્રકાશિત કરે છે.

કેન્દ્રીય મંત્રીઓને ખાસ કરીને સિવિલ કેસોમાં પોતાની સુરક્ષા માટે વિકલ્પો મળે છે. કેન્દ્રીય મંત્રી અથવા સાંસદ સંસદ સત્રની શરૂઆતના 40 દિવસ પહેલા, તેની બેઠકો દરમિયાન અને તેના સમાપ્તિના 40 દિવસ પછી ધરપકડથી રક્ષણ મેળવી શકે છે. એટલે કે આટલા દિવસોમાં તેમની ધરપકડ થઈ શક્તી નથી. તેથી, સિવિલ પ્રોસિજર કોડની કલમ 135 હેઠળ, નારાયણ રાણેને સિવિલ કેસમાં ધરપકડથી રક્ષણ મળી શકે છે કારણ કે આ મહિનાની શરૂઆતમાં જ સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયું છે. તેમજ સંસદ સત્ર સમાપ્ત થયુ તેને પણ ઘણા ઓછા દિવસો થયા છે.

જો કે, તેની ધરપકડ એક ફોજદારી કેસમાં થઈ હતી જ્યાં તેના પર મુખ્યમંત્રીને ધમકી આપવાનો આરોપ હતો માટે ધરપકડ ટાળી શકાય નહી. કારણકે ફોજદારી ગુના અને નિવારક અટકાયતમાં ધરપકડથી રક્ષણ મેળવવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો : Maharashtra: અહીં કોઈ તાલિબાન રાજ નથી, ભાજપ કાર્યાલયો પર હુમલા સહન કરવામાં નહીં આવે- ફડણવીસની મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને ચેતવણી

Next Article