NCPએ મહારાષ્ટ્રમાં આઘાડી સરકારને તોડવા માટે સોપારી લીધી હોવાનો પ્રકાશ આંબેડકરનો ગંભીર આરોપ

|

Sep 21, 2022 | 11:13 AM

પ્રકાશ આંબેડકરે (Prakash Ambedkar)એવો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો કે અઘાડી સરકારને તોડી પાડવાનો કોન્ટ્રાક્ટ બીજું કોઈ નહીં પણ શરદ પવાર(Sharad Pawar)ની પાર્ટી NCPનો હતો. તેમણે પીએમ મોદી અને રાહુલ ગાંધીની પણ ટીકા કરી હતી.

NCPએ મહારાષ્ટ્રમાં આઘાડી સરકારને તોડવા માટે સોપારી લીધી હોવાનો પ્રકાશ આંબેડકરનો ગંભીર આરોપ
Prakash Ambedkar's serious allegation against NCP

Follow us on

બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે(Prakash Ambedkar) મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકારને તોડી પાડવા માટે શરદ પવાર(Sharad Pawar)ની પાર્ટી NCPને જવાબદાર ઠેરવી છે. આ સનસનાટીભર્યા આરોપ લગાવતા તેમણે કહ્યું કે એનસીપીએ સરકારને પછાડવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. જો કે શરદ પવારની પાર્ટી આવું કરીને શા માટે હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે તેનું કારણ તેમણે આપ્યું નથી. પરંતુ તેમણે નિશ્ચિતપણે કહ્યું કે જે જગ્યાઓ પર એનસીપીના ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહેતા નથી.આવા 70 ટકા સ્થળોએ એનસીપીના મતદારોના મત ભાજપ(BJP)ને જાય છે.

આ અંગે વધુ વિગત આપતા તેમણે કહ્યું કે જ્યાં કોંગ્રેસ અને એનસીપી એક સાથે ઉભા રહે છે ત્યાં ભાજપને ફાયદો થાય છે. જ્યાં કોંગ્રેસ અને એનસીપી અલગ-અલગ ચૂંટણી લડે છે ત્યાં જ ભાજપને નુકસાન થાય છે. પ્રકાશ આંબેડકર સાંગલીમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

‘આ અંદરની વાત છે, એનસીપી અને ભાજપ સાથે છે’

એટલે કે પ્રકાશ આંબેડકરે સીધો આક્ષેપ કર્યો છે કે મહા વિકાસ આઘાડીને બદલે એનસીપી ભાજપનું કામ કરી રહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમની પાર્ટી શિવસેના અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માંગે છે, પરંતુ બીજી બાજુથી યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પ્રકાશ આંબેડકરે પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્રની ભાજપ સરકારના PSUનું ખાનગીકરણ કરવાના નિર્ણય પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલને કોઈ સમજાવે દેશના મુદ્દા, દેશ તુટ્યો જ ક્યાં છે તો જોડવા નિકળ્યા

આ સિવાય વંચિત વિકાસ આઘાડીના પક્ષ પ્રમુખ પ્રકાશ આંબેડકરે પણ રાહુલ ગાંધીને પોતાની ટીકાઓમાં લપેટી લીધા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસને સળગતા મુદ્દાઓ શું છે તેની કોઈ સમજ નથી. આ સમયે કયા મુદ્દા ઉઠાવવા જોઈએ તે સમજવામાં કોંગ્રેસ મોટી ભૂલ કરી રહી છે. ક્યાં ક્યાંથી દેશ તૂટી ગયો છે, જેને રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાએ નીકળ્યા છે. આ જ કારણ છે કે સામાન્ય જનતા સાથે કોંગ્રેસનું સીધું જોડાણ ખતમ થઈ રહ્યું છે.

Published On - 11:10 am, Wed, 21 September 22

Next Article