Maharashtra : રાજકારણમાં ગરમાવો ! NCP વડા શરદ પવાર આજે PM મોદીને લોકમાન્ય તિલક એવોર્ડથી કરશે સન્માનિત

પીએમ મોદી અને શરદ પવાર એક જ મંચ પર જોવા મળશે તેમજ શરદ પવાર પીએમને સમ્માનિત પણ કરશે. ત્યારે તેને લઈને ઈન્ડિયા એલાયન્સના કેટલાક સભ્યોએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે.

Maharashtra : રાજકારણમાં ગરમાવો ! NCP વડા શરદ પવાર આજે PM મોદીને લોકમાન્ય તિલક એવોર્ડથી કરશે સન્માનિત
Sharad Pawar honor PM Modi with Lokmanya Tilak Award
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 10:00 AM

મહારાષ્ટ્રના રાજકારણમાં તાજેતરમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. પરંતુ હવે લોકોની નજર આજે મંગળવારે યોજાનાર કાર્યક્રમ પર રહેશે. જ્યારે પીએમ મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે ત્યારે શરદ પવાર અને અજિત પવાર એક જ મંચ પર હશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ શરદ પવાર હશે, જેઓ પીએમનું સન્માન કરશે. આ દરમિયાન પીએમ મોદી દગડુશેઠ ગણપતિ મંદિરમાં પૂજા અર્ચના કરશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરશે

પીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પુણે મેટ્રો ફેઝ-1ના બે કોરિડોરના ઉદ્ઘાટનની સાથે, વડા પ્રધાન મોદી મંગળવારે બપોરે 12.45 વાગ્યે મેટ્રો ટ્રેનોને ફ્લેગ ઓફ કરશે. આ વિભાગો ફુગેવાડી સ્ટેશનથી સિવિલ કોર્ટ સ્ટેશન અને ગરવારે કોલેજ સ્ટેશનથી રૂબી હોલ ક્લિનિક સ્ટેશન સુધી છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ પીએમ મોદીએ 2016માં કર્યો હતો. કાર્યક્રમમાં પીએમ મોદી અને શરદ પવાર એક જ મંચ પર જોવા મળશે તેમજ શરદ પવાર પીએમને સમ્માનિત પણ કરશે. ત્યારે તેને લઈને ઈન્ડિયા એલાયન્સના કેટલાક સભ્યોએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે.

3,930 લાભાર્થીઓને મકાનો સોંપશે

વડા પ્રધાન મોદી પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) હેઠળ કચરાથી ઊર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે. રૂ. 300 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે. જે વાર્ષિક આશરે 2.5 લાખ મેટ્રિક ટન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરશે. આ ઉપરાંત, પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) દ્વારા બાંધવામાં આવેલા 1,280 થી વધુ ઘરોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

NCPમાં બળવા પછી આ કાર્યક્રમ મહત્વનો

નોંધપાત્ર વાત એ છે કે, મહારાષ્ટ્રની રાજનીતિમાં તાજા ફેરફારો બાદ તમામની નજર 1 ઓગસ્ટે યોજાનાર આ કાર્યક્રમ પર રહેશે. અજિત NCP સાથે બળવો કરી એનડીએમાં જોડાયા અને રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા પછી, શરદ પવારે પણ પીએમ મોદી પર હુમલો કર્યો. પવારે પીએમ મોદીને NCP નેતાઓના ‘ભ્રષ્ટાચાર’ વિશેના તેમના નિવેદનોની યાદ અપાવીને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી હતી.

આયોજકોએ એવી પણ માહિતી આપી હતી કે શરદ પવારના ભત્રીજા અજિત પવારને પણ આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમના સિવાય અન્ય આમંત્રિતોમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સમાવેશ થાય છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">