‘રાજકારણમાં જે લોકો છેતરપિંડી કરે છે, તેમને સજા આપવી જ જોઈએ’, ઉદ્ધવ ઠાકરે પર અમિત શાહે કર્યો પ્રહાર

|

Sep 05, 2022 | 4:19 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ માત્ર ભાજપ સાથે દગો કર્યો નથી, પરંતુ વિચારધારા સાથે દગો કર્યો છે અને મહારાષ્ટ્રની જનતાના જનાદેશનું પણ અપમાન કર્યું છે.

રાજકારણમાં જે લોકો છેતરપિંડી કરે છે, તેમને સજા આપવી જ જોઈએ, ઉદ્ધવ ઠાકરે પર અમિત શાહે કર્યો પ્રહાર
અમિત શાહે અમરેલીમાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં આપી હાજરી
Image Credit source: File Image

Follow us on

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરે ચાલી રહેલી ભાજપના સાંસદો, ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (HM Amit Shah) જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) માર્ગદર્શન હેઠળ BMC ચૂંટણીમાં ભાજપ અને અસલી શિવસેના ગઠબંધનનું લક્ષ્ય 150 સીટ જીતવાનું હોવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BMCમાં ભાજપની જીત નિશ્ચિત છે. લોકો પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપની સાથે છે. વિચારધારા સાથે દગો કરનારી ઉદ્ધવ પાર્ટીની સાથે નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ માત્ર ભાજપ સાથે દગો કર્યો નથી, પરંતુ વિચારધારા સાથે દગો કર્યો છે અને મહારાષ્ટ્રની જનતાના જનાદેશનું પણ અપમાન કર્યું છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નાના કદનું કારણ ખુદ ઉદ્ધવ ઠાકરે અને તેમનો સત્તાનો લોભ છે. રાજકારણમાં છેતરપિંડી કરનારાઓને સજા થવી જ જોઈએ. આજે હું ફરીથી કહેવા માંગુ છું કે અમે ક્યારેય ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદનું વચન આપ્યું ન હતું. અમે એવા લોકો છીએ જેઓ છાતી ઠોકીને રાજનીતિ કરીએ છીએ, બંધ રૂમમાં નહીં. ઉદ્ધવ ઠાકરે ખ્યાલી પુલાવ રાંધતા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગૃહપ્રધાન અમિત શાહ રોહિત શેટ્ટીને મળ્યા

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં જ્યારથી શિવસેનાના શિંદે જૂથ અને ભાજપની સરકાર બની ત્યારથી આ પહેલીવાર છે જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મુંબઈ પહોંચ્યા છે. મુંબઈ પહોંચીને અમિત શાહ સૌથી પહેલા રોહિત શેટ્ટીને મળ્યા હતા. રોહિત શેટ્ટીને મળ્યા બાદ તેમણે લાલબાગના રાજાની મુલાકાત લીધી હતી. આ પછી અમિત શાહ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ સિવાય તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પણ મળશે. એવું માનવામાં આવે છે કે અમિત શાહની આ મુલાકાત આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીના સંદર્ભમાં ખૂબ જ ખાસ છે.

શાહે મુખ્યપ્રધાન એકનાથ શિંદે સાથે કરી મુલાકાત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન એકનાથ શિંદે સાથે પણ મુલાકાત કરી હતી અને શાહ સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.

Next Article