
મહારાષ્ટ્રના નાગપુરમાં પતંજલિ ફુડ અને હર્બલ પાર્કનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. આ અવસરે કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્દઘાટન સમારોહમાં સામેલ થયા. બાબા રામદેવે બંનેનું સ્વાગત કર્યુ. સીએમ ફડણવીસે કહ્યુ કે સૌથી પહેલા વિદર્ભવાસીઓ તરફથી બાબા રામદેવને અને અમારા આચાર્ય બાલકૃષ્ણને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છુ.
સીએમ ફડણવીસે કહ્યું કે મને યાદ છે કે 9 વર્ષ પહેલા અમે મેગા ફૂડ પાર્કનો પાયો નાખ્યો હતો. ઘણી સમસ્યાઓ હતી, જ્યારે પણ મેં રામદેવ અને આચાર્ય સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે નાગપુરની ચિંતા ન કરો, અમે ત્યાં કામ પૂરું કરીશું અને તેમણે પણ પૂરું કર્યું. વાતચીત દરમિયાન જ્યુસ પીતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું કે આ ખરેખર ખૂબ સારું છે.
સીએમ ફડણવીસે કહ્યું કે જે સમયે અમે બાબા રામદેવને નાગપુર આવવા માટે વિનંતી કરી હતી, ત્યારે ઘણા રાજ્યોની સરકારો તેમને મફતમાં જમીન આપી રહી હતી અને તેમને આમંત્રણ આપી રહી હતી. જ્યારે ગડકરીજી અને મેં બાબા રામદેવને વિનંતી કરી તો તેમણે કહ્યું કે હું નાગપુર જ આવીશ. તેમણે કહ્યું કે બાબાજીને મફતમાં જમીન આપવામાં આવી નથી અને ન તો તેના માટે કોઈ ટેન્ડર આપવામાં આવ્યું હતું.
અમારે પારદર્શિતા જાળવવાની હતી, તેથી અમે કહ્યું કે જે જમીનની સૌથી વધુ કિંમત આપશે તેને જ જમીન આપવામાં આવશે. અમારી ઈચ્છા છે કે તમને જમીન સૌથી વધુ કિંમતે આપવામાં આવે. બાબા રામદેવે આ ચેલેન્જ પણ કારી હતી. અમે આ માટે ત્રણ વખત ટેન્ડર બહાર પાડ્યા અને ત્રણેય વખત પતંજલિ સિવાય કોઈ તેને લેવા આવ્યું નહીં.
સીએમએ કહ્યું કે આ પાર્કમાં સંતરાની લણણીથી લઈને પ્રોસેસિંગ અને પેકેજિંગ સુધીની સમગ્ર પ્રક્રિયા એક જ જગ્યાએ થશે. તેનાથી સંતરાનો બગાડ ઓછો થશે અને ખેડૂતોને વધુ નફો મળશે. પતંજલિ તમામ પ્રકારના સંતરાનો ઉપયોગ કરશે, પછી ભલે તે કોઈપણ આકાર કે કદના કેમ ન હોય. આ ઉપરાંત તે છાલનો ઉપયોગ કરીને બગાડને પણ અટકાવશે અને મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત મેળવવામાં આવશે.
આ પાર્કમાં આધુનિક કોલ્ડ સ્ટોરેજની સુવિધા પણ હશે, જ્યાં ખેડૂતો તેમના ઉત્પાદનોને સુરક્ષિત રાખી શકશે અને જ્યારે પણ તેઓ ઇચ્છે ત્યારે વેચી શકશે. જેનાથી તેને બજારની ઉતાર-ચડાવથી બચાવવામાં મદદ કરશે. બીજું મહત્ત્વનું પાસું એ છે કે પતંજલિ અહીં એક નર્સરી પણ સ્થાપશે જ્યાંથી નારંગીના છોડ ઉગાડી શકાય. આ વિસ્તારમાં નારંગીનું ઉત્પાદન વધારવામાં મદદ કરશે. ઓરેન્જ બોર્ડની રચનાની જાહેરાતથી સંતરા ઉત્પાદકોને વધુ સહાય મળવાની અપેક્ષા છે.