Omicron Variant: મહારાષ્ટ્રમાં ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન, વધુ 2 દર્દીઓના કેસ આવ્યા પોઝિટીવ, સંક્રમિતોની સંખ્યા 10 પર પહોંચી

|

Dec 06, 2021 | 8:23 PM

જોહન્સબર્ગ અને અમેરિકાથી પરત આવેલા બંને લોકોમાં સંક્રમણનું કોઈ પણ લક્ષણ મળ્યું નથી. ટેસ્ટમાં બંને નવા વેરિએન્ટથી સંક્રમિત મળ્યા છે. બંનેની સારવાર મુંબઈની 7 હિલ્સ હોસ્પિટલમાં ચાલી રહી છે.

Omicron Variant: મહારાષ્ટ્રમાં ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન, વધુ 2 દર્દીઓના કેસ આવ્યા પોઝિટીવ, સંક્રમિતોની સંખ્યા 10 પર પહોંચી
File Image

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant) ઝડપથી પ્રસરી રહ્યો છે. વધુ બે દર્દી આજે નવા વેરિએન્ટથી સંક્રમિત મળ્યા છે. મુંબઈમાં ઓમિક્રોન વાઈરસથી સંક્રમિત વધુ બે દર્દી સામે આવ્યા છે. ત્યારબાદ કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 થઈ ગઈ છે. 25 નવેમ્બરે જોહન્સબર્ગથી 37 વર્ષનો વ્યક્તિ મુંબઈ આવ્યો હતો. તેની સાથે જ તેની એક મિત્ર અમેરિકાથી મુંબઈ આવી હતી. હવે બંને ઓમિક્રોન સંક્રમિત થયા છે. આશ્ચર્યની વાત એ છે કે વિદેશથી પરત ફરેલા બંને લોકોએ ફાઈઝરની વેક્સિન લગાવેલી છે. વેક્સિનેશન કર્યા બાદ પણ બંને કોરોના સંક્રમિત થયા છે.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

જોહન્સબર્ગ અને અમેરિકાથી પરત આવેલા બંને લોકોમાં સંક્રમણનું કોઈ પણ લક્ષણ મળ્યું નથી. ટેસ્ટમાં બંને નવા વેરિએન્ટથી સંક્રમિત મળ્યા છે. બંનેની સારવાર મુંબઈની 7 હિલ્સ હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ ઓળખ કરી લેવામાં આવી છે. વિદેશથી પરત આવેલા લોકોના સંપર્કમાં આવેલા 5 હાઈરિસ્ક કોન્ટેક્ટ અને 315 લો રિસ્ક કોન્ટેક્ટની ઓળખ કરવામાં આવી છે. આ તમામની પણ તપાસ કરવામાં આવશે.

 

 

ઓમિક્રોન વેરિએન્ટના 10 દર્દી

વધુ બે નવા દર્દી મળ્યા બાદ ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 થઈ ગઈ છે. એક બાદ એક નવા દર્દી મળવાથી સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચ્યો છે. સતત તપાસ કરવામાં આવી રહી છે. કોરોના વેક્સિનની પણ કોઈ અસર નવા વેરિએન્ટ પર જોવા મળતી નથી. બંને નવા દર્દીઓએ પહેલા જ ફાઈઝરની વેક્સિન લગાવી હતી. ત્યારબાદ પણ બંને કોરોના સંક્રમિત થયા છે.

 

થાણેમાં મળ્યો હતો કોરોના વેરિએન્ટનો પ્રથમ કેસ

મહારાષ્ટ્રમાં રવિવારે ઓમિક્રોનના 8 નવા કેસ મળવાથી હડકંપ મચ્યો હતો. ત્યારબાદ તંત્ર હાઈએલર્ટ પર હતું. પિંપરી ચિંચવાડ જિલ્લામાં કોરોના પોઝિટીવ મળેલા 7 લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાં તમામ લોકોમાં કોરોનાના નવા વેરિએન્ટની પુષ્ટી થઈ હતી.

 

 

ત્યારબાદ તમામને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે નવા વેરિએન્ટનો પ્રથમ કેસ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સામે આવ્યો હતો. 33 વર્ષનો વ્યક્તિ 23 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી દુબઈ થઈને દિલ્હી એરપોર્ટ પહોંચ્યો હતો. જ્યાં તપાસ માટે તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને મુંબઈની ફ્લાઈટ લીધી હતી. તેમાં ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટી થઈ હતી.

 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર હિંસાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો, આખરે ઠાકરે સરકારમાં રમખાણો શા માટે થયા ? સાંસદ નવનીત રાણાએ કર્યો હતો પ્રશ્ન

 

આ પણ વાંચો: Reliance Infra vs Delhi Metro Case: દિલ્હી મેટ્રો, અનિલ અંબાણીની રિલાયન્સને આપવા તૈયાર છે હજારો કરોડ, જાણો શું છે મુદ્દો

Next Article