Pune Omicron Scare: દક્ષિણ આફ્રિકાથી પૂણે આવેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ, ઓમિક્રોન વેરિઅન્ટની શંકા

|

Nov 30, 2021 | 5:59 PM

સંબંધિત દેશમાંથી પૂણે માટે કોઈ સીધી ફ્લાઈટ નથી. એટલા માટે તે બીજા કોઈ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટથી થઈને આવ્યો છે. આવી સ્થિતિમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મુંબઈથી તે પૂણે પહોંચી ગયો છે.

Pune Omicron Scare: દક્ષિણ આફ્રિકાથી પૂણે આવેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ, ઓમિક્રોન વેરિઅન્ટની શંકા
Omicron Variants (AFP)

Follow us on

સાઉથ આફ્રિકામાં (South Africa) મળી આવેલા કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટના  (Omicron Variant) કારણે આખું વિશ્વ અત્યારે ડરના પડછાયા હેઠળ જીવી રહ્યું છે. વિદેશથી આવનાર દરેક વ્યક્તિ પર એરપોર્ટથી જ નજર રાખવામાં આવી રહી છે. પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Pune Municipal Corporation) દ્વારા ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી આવતા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાથી પૂણે આવેલી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ (Corona positive) હોવાનું જાણવા મળ્યું છે.     

 

હાલ પૂણેમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે. છેલ્લા બે વર્ષથી પૂણેના આરોગ્ય વિભાગ પર ઘણું દબાણ હતું. હવે આરોગ્ય કર્મચારીઓ રાહત અનુભવી રહ્યા હતા કે અચાનક આ સમાચારે માત્ર પૂણેમાં જ નહીં, પરંતુ મહારાષ્ટ્રમાં અને દેશવાસીઓના મનમાં ચિંતા વધારી દીધી છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા આ વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

15 દિવસ પહેલા દક્ષિણ આફ્રિકાથી પૂણે આવેલો વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યો

આ વ્યક્તિ 15 દિવસ પહેલા દક્ષિણ આફ્રિકાથી પૂણે આવ્યો હતો. ત્યારબાદ ટેસ્ટ કરાવ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ હોવાની સાથે તેને ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણ લાગ્યું છે કે કેમ તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે. હાલ આ વ્યક્તિ હોમ ક્વોરેન્ટાઈનમાં છે. આ માહિતી મદદનીશ આરોગ્ય અધિકારી ડો.સંજીવ વાવરેએ આપી છે.

 

છેલ્લા કેટલાક દિવસોમાં ખાસ કરીને દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, ઓસ્ટ્રિયા, ઝિમ્બાબ્વે, જર્મની અને ઈઝરાયેલથી પૂણે આવતા લોકોની શોધ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને અત્યંત તકેદારી અને સાવધાની રાખવા સૂચના આપી છે. રાજ્ય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનોને પણ આ અંગેની માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના આપી છે આને ધ્યાનમાં રાખીને પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન ફુલ એલર્ટ મોડ પર છે.

 

 પૂણેથી સીધી હવાઈ સેવા નથી તો શું તે મુંબઈ એરપોર્ટથી થઈને આવ્યો હતો?

સંબંધિત દેશમાંથી પૂણે માટે કોઈ સીધી ફ્લાઈટ નથી. એટલા માટે તે બીજા કોઈ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ થઈને આવ્યો છે. આવી સ્થિતિમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મુંબઈ આવ્યા બાદ તે પૂણે પહોંચી ગયો છે. એરપોર્ટથી પૂણે વચ્ચે તેના સંપર્કમાં આવેલા લોકોનું પણ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે.

 

 

આ પણ વાંચો : Maharashtra: ‘ઓમિક્રોન’નું જોખમ વધ્યું, વિદેશથી મુંબઈ આવતા મુસાફરોને 7 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, RT-PCR ટેસ્ટ પણ ફરજિયાત

 

Next Article