હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) વિવાદમાં હવે આમ આદમી પાર્ટી (AAP)ના મુંબઈ યુનિટની પણ એન્ટ્રી થઈ ગઈ છે. રવિવારે આમ આદમી પાર્ટીએ ટ્વીટર દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કર્યું હતું. ‘ભાઉ-બંધુત્વ આની એકતેચી હનુમાન ચાલીસા’ શીર્ષક દ્વારા પાર્ટીએ જણાવ્યું કે તે ભાજપના પ્રયાસોથી દુભાય છે અને હનુમાન ચાલીસાનો દુરુપયોગ કરીને મુંબઈમાં અશાંતિ પેદા કરવા માટે એક પ્રોક્સી છે. AAPએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) , ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને MNS વડા રાજ ઠાકરેને (Raj Thakeray) પણ આ પાઠ માટે આમંત્રણ આપ્યું હતું. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપના આઈટી સેલે તેમની ટ્વીટર સ્પેસ બંધ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે અમરાવતીના (Amaravati) સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બાંદ્રા કોર્ટના આ નિર્ણય બાદ રાણા દંપતીએ જામીન અરજી માટે અપીલ કરી છે. તેની જામીન અરજી પર 29 એપ્રિલે સુનાવણી થશે. જ્યાં સુધી જામીન ન મળે ત્યાં સુધી નવનીત રાણાને ભાયખલા જેલમાં મોકલવામાં આવશે. મહિલા આરોપીઓને ભાયખલા જેલમાં મોકલવામાં આવે છે. પુરૂષ આરોપીઓને સામાન્ય રીતે આર્થર રોડ જેલમાં મોકલવામાં આવે છે. પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ નવનીત રાણાને ભાયખલા જેલમાં અને રવિ રાણાને થાણેની તલોજા જેલમાં મોકલવામાં આવશે.
જામીન અરજી પર 29 એપ્રિલે સુનાવણી થશે. ત્યાં સુધી રાણા દંપતી જેલમાં જ રહેશે. આવતીકાલે ફરી રેગ્યુલર કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે. કોર્ટના નિર્ણય બાદ સરકારી વકીલ પ્રદીપ ઘરતે જણાવ્યું હતું કે રાણા દંપતીને કલમ 149 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. આ હોવા છતાં તેમણે નોટિસનો અનાદર કર્યો અને મુખ્યપ્રધાન વિશે વાંધાજનક નિવેદન કર્યું અને આમ મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંક્યો.
તમને જણાવવું રહ્યું કે,હાલ રાણા દંપતી વિરુદ્ધ 124-A હેઠળ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. એટલે કે રાણા પર રાજદ્રોહનો આરોપ છે. આ રીતે રાણા દંપતી પર તેમના નિવેદનોથી તણાવ ફેલાવવાનો અને સરકાર વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવાનો આરોપ છે. રાજદ્રોહ એ બિનજામીનપાત્ર ગુનો છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ