Umesh Kolhe Murder Case: NIAએ મહારાષ્ટ્રમાં 13 જગ્યા પર કર્યુ સર્ચ, ચપ્પુ, ડિજિટલ ઉપકરણો અને નફરત ફેલાવનારા પેમ્ફલેટ્સ જપ્ત

|

Jul 06, 2022 | 8:52 PM

ઉમેશ કોલ્હે હત્યા કેસના તમામ સાત આરોપીઓની NIA દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓને સોમવારે અમરાવતીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Umesh Kolhe Murder Case: NIAએ મહારાષ્ટ્રમાં 13 જગ્યા પર કર્યુ સર્ચ, ચપ્પુ, ડિજિટલ ઉપકરણો અને નફરત ફેલાવનારા પેમ્ફલેટ્સ જપ્ત
NIA
Image Credit source: File Image

Follow us on

અમરાવતીમાં બુધવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ફાર્માસિસ્ટ ઉમેશ કોલ્હેની (umesh Kolhe) હત્યાના સંદર્ભમાં મહારાષ્ટ્રમાં (Maharashtra) 13 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. આ સમય દરમિયાન ડિજિટલ ઉપકરણો, નફરત ફેલાવતા પેમ્ફલેટ્સ અને છરીઓ સહિત અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ઉમેશ કોલ્હે હત્યા કેસના તમામ સાત આરોપીઓની NIA દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ આરોપીઓને સોમવારે અમરાવતીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓને 8મી જુલાઈ પહેલા મુંબઈની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ સાત આરોપીઓની પૂછપરછમાં પીએફઆઈ (Popular Front of India) કનેક્શન સામે આવ્યું છે.

સાત આરોપીઓ મુદસ્સર અહેમદ (22), શાહરૂખ પઠાણ (25), અબ્દુલ તૌફીક (24), શોએબ ખાન (22), આતિબ રશીદ (22) અને ડો. યુસુફ ખાન બહાદુર ખાન (44)ને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. NIA અને કથિત મુખ્ય કાવતરાખોર શેખ ઈરફાન શેખ રહીમ છે. પોલીસ આ કેસમાં અન્ય આરોપી શમીમ અહેમદને પણ શોધી રહી છે. હકીકતમાં 21 જૂનના રોજ ત્રણ લોકોએ કથિત રીતે ઉમેશ કોલ્હે પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન ઉમેશનું મોત થયું હતું. તેણે સોશિયલ મીડિયા પર નુપુર શર્માનું સમર્થન કર્યું હતું, જેણે ટીવી પર ચર્ચા દરમિયાન પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી.

NIAની તપાસમાં થયા નવા-નવા ખુલાસા

આ કેસમાં NIAની તપાસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ઉમેશ કોલ્હેની હત્યાનો પ્લાન એક દિવસ પહેલા જ ઘડવામાં આવ્યો હતો, પરંતુ તે દિવસે વહેલો તે દુકાન બંધ કરીને ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યારાઓએ દુકાનની રેકી કરી હતી, એવી આશા હતી કે તેઓ 10.30 વાગ્યા સુધીમાં તેમની દુકાન બંધ કરી દેશે. પરંતુ 20 જૂને તેઓ રાત્રે 9.30 વાગ્યે ઘરે ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારણોસર હત્યારાઓએ પ્લાન બદલવો પડ્યો અને પછી બીજા દિવસે 21 જૂનની રાત્રે તેમની પર હુમલો કર્યો. આ દિવસે તેણે ઉમેશ કોલ્હેની છરી વડે હત્યા કરી હતી.

Next Article