મુંબઈમાં કોરોનાનો વિસ્ફોટ યથાવત, 24 કલાકમાં 10860 નવા કેસ; બેના મૃત્યુ, મહારાષ્ટ્રમાં નવા 18,466  કેસ

|

Jan 04, 2022 | 8:28 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 18,466  કેસ નોંધાયા છે અને 20 લોકોના મોત થયા છે. મુંબઈમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. મંગળવારે મુંબઈમાં કોરોનાના 10860 નવા કેસ નોંધાયા હતા, જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

મુંબઈમાં કોરોનાનો વિસ્ફોટ યથાવત, 24 કલાકમાં 10860 નવા કેસ; બેના મૃત્યુ, મહારાષ્ટ્રમાં નવા 18,466  કેસ
Corona blast in Mumbai (symbolic image)

Follow us on

દેશમાં કોરોનાની ઝડપ દિવસેને દિવસે વધી રહી છે. દિલ્હી અને મુંબઈમાં કોરોનાના આંકડા ભયાનક છે. મુંબઈમાં મંગળવારે 10860 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ સિવાય કોરોનાના બે દર્દીના મૃત્યુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 5481 નવા કોરોના કેસ નોંધાયા છે.

મુંબઈમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. મંગળવારે મુંબઈમાં કોરોનાના 10860 નવા કેસ નોંધાયા હતા, જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે બે લોકોના મોત થયા છે. આ સાથે મુંબઈમાં કોરોનાના 47476 સક્રિય કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 18,466 નવા કેસ

આજે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 18,466  કેસ નોંધાયા છે અને 20 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ સક્રિય કેસનો આંકડો વધીને 66,308 પર પહોંચી ગયો છે. ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા 653 પર પહોંચી છે, જેમાંથી 259 ડિસ્ચાર્જ થયા છે.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

નવી માર્ગદર્શિકા બહાર પડાઈ

મુંબઈમાં વધતા કોરોનાના સંકટને ધ્યાનમાં રાખીને, તેને નિયંત્રણ માટે મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ અને ઈમારતોને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ મુજબ, જો કોઈ બિલ્ડિંગના કોઈપણ ફ્લોર પર સક્રિય કોરોનાના દર્દી જોવા મળે છે, તો તે સમગ્ર ફ્લોરને સીલ કરી દેવામાં આવશે. જો કોરોનાના દસ કેસ મળી આવે અથવા મોટી સોસાયટીઓ અને હાઈરાઈઝ બિલ્ડીંગોના 20 ટકા ઘરોમાં કોરોનાના કેસ જોવા મળે તો આખી ઈમારત સીલ કરી દેવામાં આવશે.

ક્વોરન્ટાઈનના આ નિયમોનું પાલન કરવાનું રહેશે

ક્વોરન્ટાઈનના નવા નિયમો હેઠળ સંક્રમિત વ્યક્તિએ 10 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. નજીકના સંપર્કમાં આવેલા લોકો માટે સાત દિવસનો ક્વોરેન્ટાઈન નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ પછી તેમનો કોરોના ટેસ્ટ પાંચમા અને સાતમા દિવસે કરવામાં આવશે.

ક્વોરન્ટાઈનમાં રહેલા સંક્રમિતોના ઘરમાં જરૂરીયાતના સામાનની સપ્લાયની જવાબદારી બિલ્ડિંગની મેનેજમેન્ટ કમિટીની રહેશે. જે અધિકારીઓ મહાનગરપાલિકા વતી દેખરેખ માટે જશે, તેની સાથે બિલ્ડીંગમાં રહેતા લોકોને સહકાર આપવા જણાવ્યું છે.  બિલ્ડીંગ પરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ દ્વારા લેવામાં આવશે.

આ પણ વાંચોઃ

Mumbai Corona: મુંબઈમાં લોકડાઉનથી બચવું હોય તો સુપર સ્પ્રેડર ન બનો, કોરોના સંકટનો કડકાઈથી સામનો કરવાનો મેયરે આપ્યો સંકેત

આ પણ વાંચોઃ

મુંબઈમાં કોરોના સંકટનો સામનો કરવા માટે ગાઈડલાઈન્સ જાહેર, 10 દર્દી મળશે તો બિલ્ડીંગ થશે સીલ

 

Published On - 8:18 pm, Tue, 4 January 22

Next Article