‘ પહેલા દિવસથી બોલિવૂડને ટાર્ગેટ કરી રહ્યા છે સમીર વાનખેડે ‘ નવાબ મલિકે કહ્યું મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે કરશે તપાસની માગ

|

Oct 24, 2021 | 7:57 PM

એનસીપી નેતા નવાબ મલિક પહેલા દિવસથી આર્યન ખાન ડ્રગ્સ કેસને ખોટો ગણાવી રહ્યા છે. આ સાથે તેઓ સતત સમીર વાનખેડે પર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.

 પહેલા દિવસથી બોલિવૂડને ટાર્ગેટ કરી રહ્યા છે સમીર વાનખેડે  નવાબ મલિકે કહ્યું મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પાસે કરશે તપાસની માગ
NCP leader Nawab Malik (file photo)

Follow us on

આર્યન ખાન ડ્રગ (Aryan Khan Drug Case)  કેસના પંચનામામાં એનસીબીના સાક્ષી કેપી ગોસાવીના (KP Gosavi) સાથીના આરોપો બાદ નવાબ મલિકે ફરી એક વખત સમીર વાનખેડે પર હુમલો કર્યો છે. તેમણે ઓરંગાબાદમાં કહ્યું કે, જ્યારથી સમીર વાનખેડે એનસીબીમાં આવ્યા છે, ત્યારથી તેઓ ફિલ્મી દુનિયાના લોકોને  નિશાન બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે વાનખેડે મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એનસીપી નેતા નવાબ મલિકે (Nawab Malik) કહ્યું કે તેઓ પહેલા દિવસથી જે કહેતા આવ્યા છે, તે જ વાત પ્રભાકર સેલના નિવેદનથી સ્પષ્ટ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે બોલિવૂડને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. બોલિવૂડ સેલેબ્સને ડરાવી-ધમકાવીને પૈસા પડાવવામાં આવે છે. એનસીપી નેતાએ (NCP Leader) આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રને બદનામ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે નાંદેડથી પરત ફર્યા બાદ તેઓ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળશે અને આ મામલે તપાસની માંગ કરશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

‘મહારાષ્ટ્રને બદનામ કરવાનો પ્રયાસ’

 

જણાવી દઈએ કે એનસીબી (NCB) ના સાક્ષી કે.પી. ગોસાવીના સહાયક પ્રભાકર સેલે તપાસ એજન્સી પર આરોપ લગાવ્યો હતો કે એનસીબીએ કોરા કાગળ પર સહી કરાવી છે. આ સાથે જ તેમણે, ખંડણીની વાત પણ હતી. ત્યારથી, મહારાષ્ટ્રના મંત્રીઓ અને સાંસદો સતત હુમલા કરી રહ્યા છે. આ પહેલા સંજય રાઉતે પણ આને હેરાન કરનારૂં ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોરા કાગળ પર સાક્ષીની સાઇન કરાવવી એ ચોંકાવનારી બાબત છે. આ સાથે તેમણે કહ્યું હતું કે સીએમ ઉદ્ધવ ઠાકરે પહેલાથી જ કહેતા આવ્યા છે કે ખોટો કેસ બનાવીને મહારાષ્ટ્રને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંજય રાઉતે કહ્યું કે તેમની શંકાઓ હવે સાચી સાબિત થતી દેખાઈ રહી છે.

‘બોલીવુડને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે’

એનસીપીના નેતા નવાબ મલિક પહેલા દિવસથી જ આર્યન ખાન ડ્રગ્સ કેસને ખોટો ગણાવી રહ્યા છે. આ સાથે તેમણે સમીર વાનખેડે પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું કે સમીર વાનખેડે બોલિવૂડ સેલેબ્સ પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં જ નવાબ મલિકે ખંડણી માટે વાનખેડે પર દુબઈ અને માલદીવ જવાનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે, સમીર વાનખેડેએ આ મામલે સ્પષ્ટતા કરતા આ આરોપોને સંપૂર્ણ પાયાવિહોણા ગણાવ્યા હતા. NCB પર પ્રભાકરના આરોપો બાદ હવે નવાબ મલિક ફરીથી તેમના પર પ્રહાર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રભાકરના નિવેદનથી સ્પષ્ટ દેખાય છે કે બોલિવૂડને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો  :  આપણાં આ પાડોશી દેશમાં આર્થિક સંકટના ભણકારા, તેલ ખરીદવા પણ પૈસા નથી! ભારત પાસે 50 કરોડ ડોલરની માંગી લોન

Next Article