AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાસિકનું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ આઠ દિવસ માટે બંધ, ભક્તો નહીં કરી શકે દર્શન, જાણો શું છે કારણ

ત્ર્યંબકેશ્વર શિવ મંદિર 5 જાન્યુઆરી, 2023 થી 12 જાન્યુઆરી, 2023 સુધી ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે. તેમજ મંદિરમા તમામ ધાર્મિક વિધિઓ અને પરંપરાગત પ્રથાઓ અને દૈનિક પ્રવૃત્તિઓ પણ બંધ રાખવામાં આવી છે.

નાસિકનું ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ આઠ દિવસ માટે બંધ, ભક્તો નહીં કરી શકે દર્શન, જાણો શું છે કારણ
Nasik's Trimbakeshwar Jyotirlinga closed for eight days
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 7:33 AM
Share

ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં બીરાજમાન છે. મહારાષ્ટ્રના નાસિકમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ શિવ મંદિર આવેલું છે, જે હિન્દુઓ માટે મુખ્ય તીર્થસ્થાનમાંથી એક માનવામાં આવે છે, ત્ર્યંબકેશ્વર શિવ મંદિર આઠ દિવસ માટે બંધ રહેશે. આ સમય દરમિયાન ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભક્તો ભગવાનના દર્શન નહી કરી શકે. ત્ર્યંબકેશ્વર મંદિરના પ્રશાસને માહિતી આપી છે. ત્ર્યંબકેશ્વર મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાની સાથે જ અત્યંત પ્રાચીન અને ઐતિહાસિક મંદિર પણ છે. જેના કારણે ભાવી ભક્તોનો દર્શન કરવા માટે મંદિરમા ધસારો રહેતો હોય છે. ત્યારે આવી સ્થિતિમાં જ્યોતિર્લિંગના સંવર્ધન અને સંરક્ષણ માટે સમારાકામ આવશ્યક બને છે. આ સમયગાળામાં મંદિરના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે મંદિર ગુરુવાર (5 જાન્યુઆરી) થી આગામી આઠ દિવસ માટે બંધ રાખવામાં આવશે.

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ ક્યારે બંધ રહેશે

મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ત્ર્યંબકેશ્વર શિવ મંદિર 5 જાન્યુઆરી, 2023 થી 12 જાન્યુઆરી, 2023 સુધી ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે. તેમજ મંદિરમા તમામ ધાર્મિક વિધિઓ અને પરંપરાગત પ્રથાઓ અને દૈનિક પ્રવૃત્તિઓ પણ બંધ રાખવામાં આવી છે. મંદિરમાં સમારકામ સમય દરમિયાન કોઈ પણ જાતની ભક્તોને સમસ્યા ઉત્પન ન થાય તે માટે આ પ્રકારના નિર્ણયો મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત મંદિર પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આઠ દિવસ બાદ ફરી એકવાર પહેલાની જેમ ભક્તો ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી શકાશે.

ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરી રહ્યું છે

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના સમારકામ અંગ વધુ જણાવતા મંદિર પ્રશાસનને જણાવ્યું કે આ સમારકામ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રાચીન શિવ મંદિરનું સંરક્ષણ અને સંવર્ધનનું કામ જરુરી છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આગામી આઠ દિવસ સુધી મંદિર પ્રશાસનને સહકાર આપવા ભક્તોને અપીલ કરવામાં આવી છે. આ અપીલ ત્ર્યંબકેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ વતી કરવામાં આવી છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">