Mumbai Siddhivinayak Temple: નહીં થાય હવે બાપ્પાના “દર્શન”, વધતા જતા કોરોનના લીધે લેવાયો નિર્ણય

|

Apr 05, 2021 | 11:23 PM

Mumbai Siddhivinayak Temple: શહેરમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થતાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરને આગામી સૂચના સુધી 'દર્શન' માટે બંધ રાખવામાં આવ્યું છે.

Mumbai Siddhivinayak Temple: નહીં થાય હવે બાપ્પાના દર્શન, વધતા જતા કોરોનના લીધે લેવાયો નિર્ણય
Siddhi Vinayak Temple

Follow us on

Mumbai Siddhivinayak Temple: શહેરમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થતાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરને આગામી સૂચના સુધી ‘દર્શન’ માટે બંધ રાખવામાં આવ્યું છે. મંદિર વ્યવસ્થાના અધિકારીઓએ આજે (05 April 2021 ) ​​સાંજે 8 વાગ્યાથી મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં સુધી આગામી કોઈ સૂચના ન આવે ત્યાં સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આ દરમિયાન મંદિરમાં નિયમિત રીતે આરતી અને પૂજા કરવામાં આવશે, જે ઓનલાઈન વેબકાસ્ટ પર મૂકવામાં આવશે. બાપ્પાની આરતી દરમિયાન માત્ર પુજારી અને સ્ટાફ હાજર રહેશે.

શહેરમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરને આગામી સૂચના સુધી ‘દર્શન’ માટે બંધ રાખવામાં આવ્યું

 

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ રોગચાળાની બીજી લહેરમાં સૌથી વધુ ફટકો પડ્યો છે. સોમવારે મુંબઈમાં 9,857 જેટલા નવા કેસ નોંધાયા છે, જે શહેરમાં એકંદર કેસનું ભારણ 4,62,302 પર પહોંચી ગયું છે. લગભગ 74,522 એક્ટિવ કેસ છે. 21 વધુ મૃત્યુ સાથે મૃત્યુઆંક 11,797  પર પહોંચી ગયો છે. આંકડા દર્શાવે છે કે બીએમસીએ રવિવારના 51,319ની સરખામણીએ 36,878 નવા COVID-19 ટેસ્ટ કર્યા, જે અત્યાર સુધીમાં તપાસવામાં આવેલા નમૂનાઓની સંખ્યા 43,06,053 પર પહોંચી ગયા છે. BMCના જણાવ્યા અનુસાર મુંબઈમાં કોરોનાનો રિકવરી રેટ ઘટીને 81 ટકા થઈ ગયો છે. શહેરમાં રવિવારે સૌથી વધુ 11,163 નવા કોરોનાના કેસ નોંધાયા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

5,263 દર્દીઓ સાજા થયા

મુંબઈમાં 4 એપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 5,263 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સ્વસ્થ થયા છે. આ સાથે જ મુંબઈમાં અત્યાર સુધીમાં 3,71,628 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. મુંબઈમાં હાલ કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા 68,052 છે.

 

મુંબઈમાં ચાર નવા કોરોના હોટસ્પોટ્સ કયા છે?
મુંબઈમાં 4 નવા કોરોના હોટસ્પોટ્સ મળી આવ્યા છે. ગોરેગાંવ, બાંદ્રા પશ્ચિમ, અંધેરી પૂર્વ-પશ્ચિમ અને ચેમ્બુર જેવા નવા વિભાગો કોરોના હોટસ્પોટ્સ બની ગયા છે. આમાંના મોટાભાગના સક્રિય દર્દીઓ અંધેરીમાં છે. શરૂઆતમાં ચેમ્બુર, ગોવંડી અને બાંદ્રામાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. હવે અંધેરીથી બોરીવલીના પશ્ચિમ પરામાં સક્રિય દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે.

 

દરરોજ 42થી 45 હજાર કોરોના ટેસ્ટ
મુંબઈમાં દરરોજ આશરે 42,000થી 45,000 કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આજે સૌથી વધુ 51,319 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. મુંબઈમાં દરરોજ સરેરાશ આઠથી નવ હજાર ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાય છે. બીજી તરફ, મુંબઈમાં દર્દીઓની સંખ્યા બમણા થવાના દિવસો 42 થઈ ગયા છે.

 

મુંબઈમાં અત્યાર સુધીમાં 681 ઈમારતો સીલ કરી દેવામાં આવી છે
મુંબઈમાં પાંચથી વધુ કોરોનાના કેસો મળી આવે તો આખી બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવે છે. મુંબઈના વિવિધ વિસ્તારોમાં સૌથી વધુ 167 ઈમારતો અંધેરી પશ્ચિમમાં સીલ કરવામાં આવી છે. આ પછી પરેલમાં 83, ગ્રાન્ટ રોડ-મલબાર હિલમાં 79, ચેમ્બુર-ગોવંડી 59 અને બાયકુલા વિસ્તારમાં 57 બિલ્ડીંગો સીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મુંબઈમાં કુલ 681 બિલ્ડીંગો સીલ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Corona virus : કોરોના સંક્રમણ વધતા PM MODI ફરી એક વાર મુખ્યપ્રધાનો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Next Article