LOCAL TRAIN: સોમવારથી ફરી પાટા પર દોડવા લાગશે મુંબઈની લાઈફલાઈન, લોકલ ટ્રેન થઇ જશે શરૂ

|

Jan 31, 2021 | 10:58 AM

મુંબઈની લાઈફલાઈન તરીકે જાણીતી લોકલ ટ્રેન 10 મહિના બાદ ફરીથી શરૂ થવા જઈ રહી છે. મુંબઈમાં લાઈફલાઈન સમાન લોકલ ટ્રેન સોમવાર પહેલી ફેબ્રુઆરી 2021થી લોકો માટે શરૂ થઇ જશે.

LOCAL TRAIN: સોમવારથી ફરી પાટા પર દોડવા લાગશે મુંબઈની લાઈફલાઈન, લોકલ ટ્રેન થઇ જશે શરૂ
મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન પહેલી ફેબ્રુઆરી 2021થી પાટા ઉપર દોડતી થશે

Follow us on

મુંબઈની લાઈફલાઈન તરીકે જાણીતી લોકલ ટ્રેન (LOCAL TRAIN) 10 મહિના બાદ ફરીથી શરૂ થવા જઈ રહી છે. મુંબઈમાં લાઈફલાઈન સમાન લોકલ ટ્રેન સોમવાર પહેલી ફેબ્રુઆરી 2021થી લોકો માટે શરૂ થઇ જશે. રેલવે મંત્રી પિયુષ ગોયલએ (PITYSH GOYAL) આ વાતની જાહેરાત કરતા કહ્યું હતું કે, માર પ્રિય મુંબઈવાસીઓ તમારા બધાની સુવિધા માટે મુંબઈની લોકલ ટ્રેન 1 ફેબ્રુઆરીથી ફરીથી શરૂ કરવામાં આવશે.

ગોયલે ટ્વિટર પર જણાવ્યું હતું કે લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે દિવસની શરૂઆતથી સવારના સાત વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે 12 થી સાંજના ચાર વાગ્યા અને રાતના નવ વાગ્યાથી સર્વિસના અંત સુધી ઉપલબ્ધ રહેશે. મહારાષ્ટ્ર સરકારની સૂચના મુજબ સવારે 7 થી બપોરના 12 અને સાંજના 4 થી 9 વાગ્યા સુધી ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. રેલ્વે મંત્રીએ કહ્યું કે હું તમને બધાને અપીલ કરું છું કે મુસાફરી દરમિયાન કોરોના વાયરસ નિવારણ સંબંધિત તમામ નિયમોનું પાલન કરો. કોઈપણ પ્રકારની બેદરકારી આપણા અને અન્ય લોકો માટે સમસ્યા બની શકે છે.

આ પહેલા મહારાષ્ટ્ર સરકારે 1 ફેબ્રુઆરીથી મુંબઈમાં સામાન્ય લોકો માટે ઉપનગરીય ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. જણાવી દઈએ કે, લોકલ ટ્રેન ગયા વર્ષે માર્ચથી સામાન્ય લોકો માટે બંધ છે.આવશ્યક સેવાના કર્મચારીઓ માટે જૂનમાં લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. લોકડાઉન પહેલા સામાન્ય દિવસોમાં સેન્ટ્રલ રેલવે દરરોજ 177 સેવાઓનું સંચાલન કરતી હતી. જયારે વેસ્ટર્ન રેલવે 1367 સેવાઓનું સંચાલન કરતી હતી. હાલમાં રેલ્વે 2,985 સેવાઓનું સંચાલન કરી રહી છેજે કુલ સેવાના 95 ટકા જેટલી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સરકારે સ્થાનિક ટ્રેન સેવાને લગતા એક પરિપત્રમાં કહ્યું છે કે તે તમામ સંસ્થાઓને તેમના કામના સમયપત્રકમાં થોડો ફેરફાર કરવા અપીલ કરશે. જેથી કર્મચારીઓ નિર્ધારિત સમયપત્રક મુજબ ઉપનગરીય ટ્રેન સેવાઓનો લાભ મેળવી શકે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં રેલ્વે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આ દરમિયાન લોકલ ટ્રેનોમાં કોઈ ભીડ એકત્ર ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

Next Article