ગેરકાયદેસર બાંધકામ(Construction ) મામલે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court ) રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના(High Court ) નિર્ણય પર સ્ટે આપવાનો પણ ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે 3 મહિનામાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તેમના જુહુના બંગલા પર બે અઠવાડિયામાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ જ આદેશમાં સુપ્રીમ કોર્ટે સમયગાળો વધારીને 3 મહિના કરી દીધો છે. ભાજપના નેતા અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને મોટો આંચકો આપતા, બોમ્બે હાઈકોર્ટે મંગળવારે BMCને તેમના જુહુના બંગલાના ગેરકાયદેસર ભાગોને બે અઠવાડિયામાં તોડી પાડવાનો હુકમ આપ્યો હતો. કોર્ટે રાણેની સુપ્રીમ કોર્ટમાં જવા માટે સમય માંગવાનો પણ ઇનકાર કર્યો હતો.
ન્યાયમૂર્તિ આરડી ધાનુકા અને કમલ ખાટાની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું હતું કે જો રાણે પરિવારની માલિકીની પેઢી, કાલકા રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડની ગેરકાયદેસરતાને નિયમિત કરવાની દરખાસ્ત સ્વીકારવામાં આવશે, તો તે શહેરમાં વધુ અનધિકૃત બાંધકામોને પ્રોત્સાહન આપશે.
કોર્ટે BMCને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો આદેશ આપતાં કહ્યું કે બંગલાના અમુક ભાગનું બાંધકામ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને ફ્લોર સ્પેસ ઈન્ડેક્સનું ઉલ્લંઘન કરે છે. હાઈકોર્ટે કહ્યું હતું કે BMC રાણે પરિવારની કંપનીની અરજી સ્વીકારી શકે નહીં. રાણે પરિવારે અરજીમાં માંગણી કરી હતી કે, તેમણે અનધિકૃત બાંધકામને મંજૂરી આપવી જોઈએ. જોકે, કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને કેસમાં ચુકાદો આપ્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે જો કોર્ટ તેને મંજૂરી આપશે તો મોટા પાયે ગેરકાયદે બાંધકામો શરૂ થઈ જશે. મુંબઈ હાઈકોર્ટે રાણે પર 10 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો અને તેને આગામી એક સપ્તાહમાં જમા કરવાનો આદેશ આપ્યો હતો. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને એડવોકેટ સતીશ માનેશિંદે, શાર્દુલ સિંહ, પ્રેરણા ગાંધી અને શ્રેયસ લલિતે સર્વોચ્ચ અદાલત સમક્ષ રાણે તરફથી દલીલો કરી હતી. જોકે કોર્ટે અરજી ફગાવી દીધી હતી.